ચોકલેટ આઈસ્ક્રીમ(chocolate ice cream recipe in gujarati)

Hiral H. Panchmatiya
Hiral H. Panchmatiya @cook_23114780

અત્યારે આ બહુ જ ઉનાળો છે તેથી આપણે આઇસક્રીમને ગોલા ખાવાનું ખૂબ જ મન થાય છે પણ અત્યારે આ લોક ડાઉન નો સમય છે તેથી આપણે બહારનું ખાય નથી શકતા તો એટલે જ આજે આ મધર્સ ડેના દિવસે મારા મમ્મીએ મારા માટે આ ઘરે બાળ જેવી જ સ્વાદિષ્ટ ચોકલેટ આઈસક્રીમ બનાવી છે
#મોમ

ચોકલેટ આઈસ્ક્રીમ(chocolate ice cream recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે

અત્યારે આ બહુ જ ઉનાળો છે તેથી આપણે આઇસક્રીમને ગોલા ખાવાનું ખૂબ જ મન થાય છે પણ અત્યારે આ લોક ડાઉન નો સમય છે તેથી આપણે બહારનું ખાય નથી શકતા તો એટલે જ આજે આ મધર્સ ડેના દિવસે મારા મમ્મીએ મારા માટે આ ઘરે બાળ જેવી જ સ્વાદિષ્ટ ચોકલેટ આઈસક્રીમ બનાવી છે
#મોમ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનીટ
ચાર લોકો માટે
  1. 500એમએલ ફૂલ ક્રીમ દૂધ
  2. 1 વાટકીખાંડ
  3. 1 ચમચીતપકીર
  4. 1 ચમચીમધ અથવા વેનિલા એસેન્સ
  5. 1 વાટકીમલાઈ
  6. અડધી વાટકી કોકો પાવડર

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનીટ
  1. 1

    સર્વપ્રથમ ફૂલ ક્રીમ દૂધ લો ત્યારબાદ તેમાં એક ચમચી તપકીર નાખી અને હલાવો તપકીર દૂધ સાથે પડી જાય ત્યારબાદ તેને ગેસ ઉપર મૂકી ઘાટું થાય ત્યાં સુધી ઉકાળો ત્યારબાદ તેમાં ૧ વાટકી ખાંડ નાખી ફરીથી 10 મિનિટ માટે ઉકાળો

  2. 2

    દૂધ ઉકડી ગયા બાદ તેને ઠંડુ થવા માટે રાખી દો

  3. 3

    દૂધ ઠંડું થઈ જાય ત્યાં સુધીમાં એક મિક્સર જાર લો ત્યારબાદ તેમાં એક વાટકી મલાઈ નાખો મલાઈ નાખ્યા બાદ તેમાં એક ચમચી મધ અથવા એક ચમચી વેનીલા એસેન્સ નાખો

  4. 4

    મધ અથવા વેનિલા એસેન્સ નાંખ્યા બાદ તેમાં અડધી વાટકી કોકો પાવડર નાખો કોકો પાઉડર નાંખ્યા બાદ આપણું જે ઉકાળેલું દૂધ હતું એ હવે ઠંડુ થઈ ગયું હશે જો એ ઠંડુ થઈ ગયું હોય તો તેને પણ મિક્સર જારમાં ઉમેરી દો

  5. 5

    દૂધને મિક્સર જારમાં ઉમેરી દીધા બાદ તે બધાને 10 મિનિટ માટે મિક્સર જારમાં હલાવી લો દસ મિનિટ બાદ આ બધું ખુબ જ સરસ મિક્સ થઈ ગયું હશે

  6. 6

    બધું મિક્સ થઇ ગયા બાદ તેને એ કન્ટેનરમાં નાખી દો કન્ટેનર નાખ્યા બાદ તેની ઉપર પ્લાસ્ટિકની કોથળી અથવા ફોઈલ લગાવી કન્ટેનરને બંધ કરી 8 થી 10 કલાક માટે ફ્રીઝરમાં મૂકી દો તો તૈયાર છે આપણી આ સ્વાદિષ્ટ બાર જેવી અને બાળકોને ખૂબ જ પસંદ આવે તેવી ચોકલેટ આઈસ્ક્રીમ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral H. Panchmatiya
Hiral H. Panchmatiya @cook_23114780
પર

Similar Recipes