મસાલા રાઈસ (Masala rice Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને ૩-૪ બરાબર ધોઈ ને લેવા. બધા શાકભાજી સમારીને બરાબર ધોઈ લેવા. મેં શાકભાજી માં બટાકા વટાણા ફ્લાવર ગાજર ટામેટા અને કેપ્સીકમ લીધા છે. તમે તમારી મનપસંદ ના કોઈ પણ શાકભાજી લઇ શકો છો. ત્યારબાદ એક કૂકર માં ૧ ચમચી તેલ અને ૧ ચમચી ઘી મૂકી તેમાં જીરું રાઈ નાંખી તતડવા દેવું. ત્યારબાદ એમાં લીમડા ના પાન તમાલપત્ર આદું લસણ ની પેસ્ટ લાલ મરચું મીઠું નાખી બરાબર હલાવવું.
- 2
ત્યારબાદ એમાં બધા શાકભાજી નાંખી સાંતળવા દેવું. પછી ચોખા નાખી અને ૩ કપ પાણી નાખી કૂકર બંધ કરી દેવું. ૩ સીટી વગાડી ને ગેસ બંધ કરી સવૅ કરવુ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12372040










ટિપ્પણીઓ