વેજ ગ્રેવી મન્ચુરિયન(veg gravy Manchurian recipe in gujrati)

Savani Swati
Savani Swati @cook_19763958
અમદાવાદ

#મોમ
મધર્સ ડે સ્પેશ્યલ મેં મારી દીકરી નું favourite ફુડ બનાવ્યું છે, અને એ ખૂબ જ રાજી થઈ ગઈ , આ રેસીપી બનાવામાં મને વધારે આનંદ એટલે થયો કે મારી દીકરી એ પણ ઘણીખરી મદદ કરી હતી.😘

વેજ ગ્રેવી મન્ચુરિયન(veg gravy Manchurian recipe in gujrati)

#મોમ
મધર્સ ડે સ્પેશ્યલ મેં મારી દીકરી નું favourite ફુડ બનાવ્યું છે, અને એ ખૂબ જ રાજી થઈ ગઈ , આ રેસીપી બનાવામાં મને વધારે આનંદ એટલે થયો કે મારી દીકરી એ પણ ઘણીખરી મદદ કરી હતી.😘

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 થી 25 મીનીટ
3વ્યક્તિ
  1. 1કોબીજ નો દડો
  2. 3 નંગગાજર
  3. 1મોટું કેપ્સિકમ
  4. 1 ટુકડોઆદુ
  5. 3 નંગતીખા લીલા મરચા
  6. 1 નંગસૂકી ડુંગળી
  7. 1 કપમેંદા નો લોટ
  8. 3 ચમચીકોર્નફ્લોર
  9. 1/2મરી પાઉડર
  10. સોયાસોસ
  11. ગ્રીનચીલી સોસ
  12. રેડચીલી સોસ
  13. 1/2વિનેગર
  14. મીઠું (સ્વાદાનુસાર)
  15. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

20 થી 25 મીનીટ
  1. 1

    સો પ્રથમ કોબીજ,અને ગાજર ના ટુકડા કરી નાના મિક્સર બાઉલ માં અધકચરું ક્રશ કરી લો.અને આદુ-મરચા ની પેસ્ટ બનાવી તૈયાર કરી લો.

  2. 2

    બધું પીસાઈ જાય પછી તેમાં મેંદા નો લોટ, કોર્નફ્લોર,મરી પાઉડર, અને મીઠું નાખી ને મિક્સ કરી લો.

  3. 3

    અને પછી તેમાં થી નાના બોલ બનાવીને તેલ માં ગોલ્ડન બ્રાઉન રંગ ના તળી લો. હવે એક કડાઈ માં તેલ મૂકી તેમાં આદુ મરચા ની પેસ્ટ ઉમેરી તેમાં ડુંગળી, અને થોડું કોબીજ અને ગાજર નું છીણ ઉમેરશું અને ફાસ્ટ ગેસ ઉપર બધું સાંતળી લઈશું.ત્યાર બાદ તેમાં થોડું કોર્નફ્લોર વાળું પાણી અને બીજું થોડું સાદું પાણી એડ કરી તેમાં બધા જ સોસ ને વારાફરતી ઉમેરી ગ્રેવી ને થોડી ઘટ્ટ થવા દઈશું, ગ્રેવી ઘટ્ટ થઈ જાય પછી તેમાં તળેલા મન્ચુરિયન નાખીશું. અને ઉપર લીલી ડુંગળી ના પાન અને કોથમીર થઈ ગાર્નિશીગ કરીને સર્વ કરીશું.

  4. 4

    તો અહીં રેડી છે બાળકો ને ખૂબ જ ભાવતા મનપસંદ વેજ ગ્રેવી મન્ચુરિયન.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Savani Swati
Savani Swati @cook_19763958
પર
અમદાવાદ
cooking is my favourite hobby.
વધુ વાંચો

Similar Recipes