મટકા કુલ્ફી (Matka kulfi Recipe In Gujarati)

Shyama Mohit Pandya
Shyama Mohit Pandya @cook_22001821
Junagadh
શેર કરો

ઘટકો

  1. 1 1/2લીટર દુધ(અમુલ ગોલ્ડ)
  2. 2 વાટકીખાંડ
  3. 1/2 ચમચીએલચી પાવડર
  4. 20 ગ્રામમિલ્ક પાઉડર
  5. 5-6 નંગકાજુ સમારેલાં
  6. 5-6 નંગબદામ સમારેલી
  7. 5-6 નંગપિસ્તા સમારેલાં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દૂધને ગરમ કરી લો

  2. 2

    ધીમા તાપે ઉકળવા મૂકી દો.હવે તેમાં ખાંડ નાખી ને હલાવો. ત્યાર બાદ ઠંડા દૂધમાં મિલ્ક પાવડર મિક્સ કરી દૂધ માં એડ કરી દો અડધી પોણી કલાક દૂધ ઉકળવા દો

  3. 3

    મિલ્ક પાવડર અને દુધ ના મિશ્રણને ગરમ દૂધમાં નાંખો અને સતત હલાવતા રહો જેથી દૂધ બેસી ન જાય.દૂધ ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બન્ધ કરી દો. એક વાસણમાં પાણી ભરી તેમાં એ દુધ રાખી દો થોડું નોર્મલ ટેમ્પરેચર થાય પછી તેને ફ્રીઝર માં ત્રણ-ચાર કલાક માટે રાખી દો

  4. 4

    ત્રણ-ચાર કલાક માટે ફ્રીઝર માં રાખેલું દુધ ફરીથી બહાર કાઢી ને બ્લેન્ડર ફેરવી ડ્રાયફ્રુટ ઉમેરો

  5. 5

    મટકી અને પેપર ગ્લાસ મા ભરી ઉપર થી પેક કયૉ છે ત્યારબાદ ફ્રીઝર મા ૧૦ થી ૧૨ કલાક માટે મુકી દો.

  6. 6

    બધું સિલ્વર ફોઈલ થી રેપ કરી સ્ટીક લગાવી ને મુકવું

  7. 7

    બીજી મે ૨ ૩ પેપર ગ્લાસ માં મુકી હતી{સ્ટીક ની જગ્યા પ્લાસ્ટીક ની નાની આઈસ્ક્રીમ ની ચમચી,કાટા ચમચી રાખી હતી (experiment)} પેપર ગ્લાસ માં થી આઈસ્ક્રીમ કપ મા કાઢી ને પણ સર્વ કરી શકો રેડી છે ઠંડી ઠંડી કુલ્ફી

  8. 8

    ડ્રાયફ્રુટ થી સજાવી ઠંડી ઠંડી મટકા કુલ્ફી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shyama Mohit Pandya
Shyama Mohit Pandya @cook_22001821
પર
Junagadh

Similar Recipes