સેવ ઉસળ (Sev Usal Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સફેદ વટાણા 5 થી 6 કલાક પલાળો. પછી તેને કુકર માં બાફવા મુકો. તેમાં મીઠુ ને ચપટી ખાવાનો સોડા નાખો. કુકર ઠંડુ પડે એટલે વટાણા કાઢી લો. વટાણા આખા રહે એટલે 3 કે 4 જ સીટી બોલાવી.
- 2
હવે એક તાવડી લો. તેમાં તેલ નાખો. તેમાં ડુંગળી અને ટામેટા પૂયરી નાખો. તેને સાંતળો. પછી તેમાં આદુ, મરચા અને લસણ ની પેસ્ટ નાખો. ફરી તેને 5 થી 10 મિનિટ થવા દો. પછી તેમાં હળદર, મરચું, ધાણાજીરું અને ગરમ મસાલો નાખો.
- 3
તેલ છૂટું પડે એટલે એમાં બાફેલા વટાણા નાખો. પછી તેમાં 2 ગ્લાસ પાણી નાખો. હવે તેને ઉકળવા દો. પછી તેમાં કોથમીર નાખો.
- 4
ઉસળ ઉકળે એટલે ગેસ બંધ કરો. હવે એક ડીશ માં સેવ, લીલી ડુંગળી, તરી નાખો. તમારું સેવ ઉસળ તૈયાર. તેને પાઉં કે બ્રેડ સાથે ખાવાની મજા આવે છે. અમે બ્રેડ જોડે ખાઈએ છે. મજા આવશે. તેને સેવ, લીલી ડુંગળી, તરી અને બ્રેડ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
#CT વડોદરા સિટી નું ફેમસ મહાકાળી નું સેવ ઉસળ જે અહીં ફેમસ ડીશ છે, તેની ઘણી શાખા છે તેની મેઈન શાખા રાજમહેલ રોડ પર છે અને તેનો સ્વાદ એક સરખો જ હોઈ છે તે સવારે 8/30 થી જ ચાલુ થઇ જાય છે તે રાત્રે 10 સુધી મળેછે અને તેની કિંમત નજીવી 50₹ હોવાથી દરેક જન ને પોસાઈ છે તે નાસ્તા માં પણ ચાલે અને જમવામાં પણ ચાલે છે, તે સફેદ વટાણા નો ઉપયોગ કરેછે અને રસો વધારે હોઈ છે તેને મોળી સેવ અને બર્ન સાથે લોકો ખાય છે તેમાં તેની તરી ખાસ હોઈ છે તેની સાથે ગ્રીન ચટણી, ગરમ સ્પીશ્યિલ મસાલો, લીંબુપાની અને ખાસ બારેમાસ લીલી ડુંગળી સાથે આપે છે. મારાં ઘરે બધા ને બહુ ભાવે છે મેં એ રીતે બનાવ્યું છે Bina Talati -
-
સેવ ઉસળ(sev usal recipe in gujarati)
#ફટાફટવડોદરા નું ફેમસ એવું મહાકાળી નું સેવ ઉસળ સૂકા વટાણા થી બનતું હોય છે એટલે વટાણા ને પેહલા થી પલાળવા પડે પણ જ્યારે પલાળવા નું ભૂલી જઈએ તો લીલા વટાણા થી પણ સેવ ઉસળ બની શકે જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી અને બનાવવા માં એકદમ સરળ અને ફટાફટ બની જાય.. Neeti Patel -
સેવ ઉસળ(sev usal Recipe In Gujarati)
ગુજરાત માં બહુ જ પ્રખ્યાત અને વડોદરાના લોકો નું પ્રિય એવું આ સેવ ઉસળ બનાવમાં સરળ અને ટેસ્ટ માં લાજવાબ.સેવ ઉસળ સાંજે કે સવારે નાસ્તા માં લઈ શકાય.#વેસ્ટ#cookpadIndia#cookpadgujrati#india2020 Bansi Chotaliya Chavda -
-
-
-
સેવ ઉસળ(sev usal in Gujarati)
#વિકમીલ૧#સ્પાઈસી/તીખી#માઇઇબુક#પોસ્ટ-6સેવ ઉસળ વડોદરા ની પ્રખ્યાત તીખી વાનગી .. એમાંય મારા જેવા સ્પાઈસી ખાવા વાળા શોખીન લોકો તો બનાવેલ એક્સ્ટ્રા તરી , ડુંગળી અને લીંબુનો રસ નાખી ને તીખું સેવ ઉસળ ખાવાની મોજ પડી જાય..😋😋 Sunita Vaghela -
મિક્સ કઠોળ સેવ ઉસળ (Mix Kathol Sev Usal Recipe In Gujarati)
#Trend#Cookpad Gujarati#Cookpad India Amee Shaherawala -
સેવ ઉસળ (Sev Usal Recipe in Gujarati)
#CT આજે મેં વડોદરા નું પ્રખ્યાત મહાકાળી નું ફેમસ ફૂડ સેવ ઉસળ બનાવ્યું છે. જે હેલ્ધી અને પૌષ્ટિક તો છે જ સાથે તેની બનાવવા ની રીત પણ સરળ છે. આ ઉપરાંત આ રેસીપી ને તમે નાસ્તા માં, ડીનર માં અને મહેમાન આવે ત્યારે બનાવી શકાય છે. જે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી લાગે છે અને વડોદરાવાસીઓનુ ફેવરીટ ફુડ છે. sonal Trivedi -
-
-
સેવ-ઉસળ(sev usal recipe in gujrati)
#સમર આપણે રહ્યા gujju કોરોના ના સમાચાર સાંભળીને થોડી વાર ટેન્શનમાં આવી જઈએ, તોય સવાર સાંજ પાછું નવું ને ચટાકેદાર જમણ તો જોઈએ જ નહીં.એટલે તો gujju ને કોઈ ના પુંગે સાહેબ🤗🏡. Savani Swati -
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
સેવ ઉસળ વડોદરા નું ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. વડોદરામાં ઠેર ઠેર સેવ ઉસળ વેચાતું જોવા મળે છે. મહાકાળી નું સેવ ઉસળ સૌથી વધારે લોકપ્રિય છે. એ સિવાય ગુંજન, રેણુકા દુર્ગા, જય રણછોડ અને લાલા નું સેવ ઉસળ પણ એટલું જ લોકપ્રિય છે. લોકો પોતાના સ્વાદ પ્રમાણે અલગ અલગ જગ્યાના સેવ ઉસળ પસંદ કરે છે. ઘરે બનાવેલું સેવ ઉસળ પણ એટલું જ સ્વાદિષ્ટ બને છે. સેવ ઉસળ બનાવવા માટે એનો જે ખાસ પ્રકાર નો મસાલો બજાર માં મળે છે એ ખૂબજ મહત્વ નો ભાગ ભજવે છે. આ મસાલો સેવ ઉસળને બહારના જેવો સ્વાદ આપે છે. સેવ ઉસળ ને જાડી સેવ, લીલા કાંદા, બન અને તરી સાથે પીરસવામાં આવે છે.#ATW1#TheChefStory#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
#ChooseToCook આજે સેવ ઉસળ બનાવ્યું , વટાણા, બટાકા, ટામેટાં, ડુંગળી, લસણ,,ધાણા ભાજી, સેવ, લીલા મરચાં અને બીજા મસાલા થી ભરપૂર મેં મારી ફ્રેનડ પાસે થી શીખ્યું હતું. 😋 Bhavnaben Adhiya -
-
-
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
#CT#Barodaબરોડા સીટી નો famous સેવ ઉસળદર રવિવારે ખાવા નાના-મોટા બધા ભેગા થઈને આ સેવ ઉસળ ની મોજ માણે છે બહારથી કોઈપણ ગેસ્ટ આવે તો પહેલું જ નામ સેવ ઉસળ નું આવે છે Jayshree Doshi -
-
-
-
સેવ ઉસળ (Sev Usal Recipe in Gujarati)
# બરોડા નું ફેમસ અને બધા ને ભાવતું સેવ ઉસળ. અમારા ઘરે અવાર નવાર બને છે. Alpa Pandya -
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
Kiye To Jiye Kaise.... Bin Aap Ke..Bhaata Nahin Dil ❤ Ko kuchbhiBin Aap ke...... Ketki Dave -
બરોડા ફેમસ સેવ ઉસળ
#સુપરશેફ3#મોન્સૂન સ્પેશિયલ#માઇઇબુક#પોસ્ટ 27 ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને એમાં જો ગરમા ગરમ સ્પાઈસી અને તીખું એવુ કોઇ પણ વાનગીઓ ખાવા મલે તો ખૂબ મજા આવી જાય. એવી જ એક રેસીપી હું આજે તમારા માટે લઈને આવી છું બરોડા નું ફેમસ મહાકાળી નું સેવ ઉસળ. બરોડા ગયા હોવ અને ત્યાં નું સેવ ઉસળ ના ખાવ તો તમારો ધકો માથે પડ્યો ગણાય. અને એમાં પણ જો જરમર જરમર વરસાદ વરસતો હોય અને સાથે તીખું તીખું સેવ ઉસળ તો પછી તો કંઈક અલગ જ મજા હોય. Vandana Darji -
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
મહારાષ્ટ્રનું famous street food સેવ ઉસળ હવે દરેક જગ્યાએ બને છે અને ટેસ્ટી એટલું છે કે વારંવાર ખાવાનું મન થાય છે.#trand Rajni Sanghavi -
-
More Recipes
ટિપ્પણીઓ