રેડ સોસ પાસ્તા રોલ્સ (Red sauce pasta rolls Recipe In Gujarati)

Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
Ahmedabad

રેડ સોસ પાસ્તા રોલ્સ (Red sauce pasta rolls Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 minutes
2-3 Servings
  1. 1 કપમેંદો
  2. 2-3 ચમચીઘી
  3. 1 કપબાફેલા પાસ્તા
  4. 2ટામેટા ની પ્યુરી
  5. 1ડુંગળી બારીક સમારેલી
  6. 4-5કળી લસણ બારીક સમારેલું
  7. 2 ચમચીલાલ મરચું પાઉડર
  8. 1 ચમચીધાણા જીરું પાઉડર
  9. 1/2 ચમચીહળદર
  10. મીઠું સ્વાદાનુસાર
  11. 1/4 કપફ્રેશ ક્રીમ
  12. તેલ
  13. 1/2 કપકોથમીર મરચા ની ચટણી
  14. 1/2 કપખજૂર આમલીની ચટણી
  15. 1 કપલાંબુ સમારેલું કોબી,કેપ્સીકમ અને ડુંગળી
  16. 2ચમચઇ કોથમીર બારીક સમારેલી
  17. 1 કપચીઝ ખમણેલું
  18. ચાટ મસાલો સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

30 minutes
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં મેંદો,મીઠું અને જરૂર મુજબ તેલ નું મોણ નાખીને મિક્સ કરી લો.

  2. 2

    હવે જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી લો.

  3. 3

    ત્યાર બાદ પાસ્તા બનાવવા માટે એક પેન માં 2-3 ચમચી તેલ મૂકી તેલ ગરમ થાય ત્યારે તેમાં બારીક સમારેલું લસણ અને ડુંગળી ઉમેરો સાંતળી લો.

  4. 4

    ત્યાર બાદ તેમાં ટામેટા ની પ્યુરી ઉમેરો.

  5. 5

    હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી કૂક થવા દો.ત્યાર બાદ તેમાં હળદર,લાલ મરચું પાઉડર,ધાણા જીરું પાઉડર ઉમેરો.

  6. 6

    હવે તેમાં બાફેલા પાસ્તા ઉમેરી મિક્સ કરી લો.

  7. 7

    ત્યારબાદ તેમાં ફ્રેશ ક્રીમ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  8. 8

    હવે તેમાં બારીક સમારેલી કોથમીર ઉમેરો

  9. 9

    હવે લોટ નાં એકસરખા લુઆ બનાવી રોટલી વણી લેવી.ત્યારબાદ તવા માં તેલ મૂકી રોટલી ને બન્ને બાજુ શેકી લો.

  10. 10

    ત્યારબાદ તેના પર લીલી,ખજૂર આમલીની ચટણી લગાવી સમારેલું કોબી,ડુંગળી,કેપ્સીકમ મૂકો.

  11. 11

    હવે તેનાં પર પાસ્તા પાથરી ઉપર ખમણેલું ચીઝ ભભરાવો.

  12. 12

    હવે તેનો રોલ વાળી લો.

  13. 13

    હવે રોલને સર્વ કરો...તૈયાર છે રેડ સોસ પાસ્તા રોલ્સ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes