કાંદા ના ક્રિસ્પી ભજીયા(Onion Crispy Bhajiya Recipe in Gujarati)

Shreya Desai
Shreya Desai @shreyadesai
Vadodara

ચોમાસા માં જ્યારે વરસાદ પડતો હોઈ ત્યારે આ ગરમ ગરમ ભજીયા ખાવાની મજ્જા પડે. ગઈ કાલે ખબર ના પડી ડિનર માટે શું બનવું તો આ ભજીયા બનાવી દીધા. અહી મે બટાકા ના ભજીયા પણ બનાવ્યા હતા.મજ્જા આવી ખાવાની.જ્યારે કોઈ મહેમાન અચાનક આવે ત્યારે પણ આ ભજીયા ફટાફટ બની જાય છે
#goldenapron3
Week 18
#Besan

કાંદા ના ક્રિસ્પી ભજીયા(Onion Crispy Bhajiya Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

ચોમાસા માં જ્યારે વરસાદ પડતો હોઈ ત્યારે આ ગરમ ગરમ ભજીયા ખાવાની મજ્જા પડે. ગઈ કાલે ખબર ના પડી ડિનર માટે શું બનવું તો આ ભજીયા બનાવી દીધા. અહી મે બટાકા ના ભજીયા પણ બનાવ્યા હતા.મજ્જા આવી ખાવાની.જ્યારે કોઈ મહેમાન અચાનક આવે ત્યારે પણ આ ભજીયા ફટાફટ બની જાય છે
#goldenapron3
Week 18
#Besan

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૫-૬ કાંદા લાંબા સમારેલા
  2. ૩ ટેબલસ્પૂનબેસન
  3. અને ૧/૨ ટેબલસ્પૂન ચોખાનો લોટ
  4. ૧/૨ ટીસ્પૂનહળદર
  5. ૧ ટીસ્પૂનલાલ મરચું
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલા કાંદા ને લાંબા સમારી લઈ એમાં મીઠું રાખી ૫ મિનિટ માટે સાઇડ પર મૂકી દો.

  2. 2

    હવે એમાં બેસન,ચોખાનો લોટ,હળદર,મરચુ નાખી બરાબર મિક્સ કરી લો. ધ્યાન રાખવું પહેલા કાંદા ના પાણી થી જ મિક્સ કરવું જરૂર પડે તો જ થોડું પાણી નાખવું. ખીરું પાતળું ના કરવું.

  3. 3

    હવે તેલ ગરમ કરવા મૂકી ગરમ થાય એટલે એમાં હાથ થી છુટ્ટા છુટ્ટા ભજીયા પાડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.

  4. 4

    અહી ફોટો માં જ તમે જોઈ શકશો કેટલા સરસ લાગે છે આ ભજીયા.. આ ગરમ ગરમ ભજીયા તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shreya Desai
Shreya Desai @shreyadesai
પર
Vadodara

Similar Recipes