અમૃતસરી આલું કુલચા

Roshni Bhavesh Swami
Roshni Bhavesh Swami @cook_15792845

અમૃતસરી આલું કુલચા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૭ કુલચા
  1. કણક માટે:
  2. ૨ કપ મેંદો
  3. ૨ ટેબલસ્પુન તેલ મોણ
  4. ૧ ટીસ્પુન બેકિંગ પાવડર
  5. ૧/૨ ટીસ્પુન બેકિંગ સોડા
  6. ૧ ટીસ્પુન ખાંડ
  7. ૪ ટેબલસ્પુન દહીં
  8. ૪ ટેબલસ્પુન હુંફાળું દૂધ
  9. મીઠું
  10. સ્ટફીંગ માટે:
  11. ૨ મીડીયમ બટેકા બાફી ને માવો કરવો
  12. ૧ મીડીયમ કાંદો ઝીણો સમારેલો
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. 1 ચમચીધાણાજીરું પાવડર
  15. 1 ચમચીલાલ મરચું
  16. 1 ચમચીચાટ મસાલો
  17. 2 ચમચીકોથમીર
  18. સર્વ કરવા માટે:
  19. કસુરી મેથી
  20. કોથમીર
  21. બટર અથવા સફેદ માખણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કણક માટે: એક બાઉલ માં મેંદો ચારવો અને એમાં બેકિંગ પાવડર, બેકિંગ સોડા, દહીં, તેલ, ખાંડ અને મીઠું ઉમેરી સરસ મિક્ષ કરવું. હવે ધીરે ધીરે હુંફાળું દૂધ ઉમેરતા જવું અને કણક બાંધતા જવું. કણક ને લગભગ ૧૦-૧૨ મિનીટ મસળવું અને પરાઠા જેવો મુલાયમ કણક રાખવો. ભીનો રૂમાલ ઢાંકી ૩૦ મિનીટ રાખવું. ત્યાર બાદ કણક ને ફેલાવી એની ઉપર બટર લગાડવું અને મૈદો છાંટવો.હવે કણક ને હાફ ફોલ્ડ કરો. ફરી બટર લગાડવું અને મૈદો છાંટવો અને કણક ને ફોલ્ડ કરો. હવે એના લોઈ બનાવી લો અને ૧૦ મિનીટ ભીનો રૂમાલ ઢાંકી રાખવું. આ રીત થી કુલચા માં લેય

  2. 2

    સ્ટફીંગ માટે: એક બાઉલ માં બાફેલા બટાકા નો માવો, ઝીણા સમારેલા કાંદા, મીઠું, ધાણાજીરું પાવડર, લાલ મરચું પાવડર, ચાટ મસાલો અને કોથમીર ઉમેરી મિક્ષ કરો. સ્ટફીંગ તૈયાર છે.

  3. 3

    અમૃતસરી આલું કુલચા બનાવાની રીત:
    સૌ પ્રથમ એક લોઈ લઇ પૂરી જેવું વણવું અને હવે એમાં સ્ટફીંગ મૂકી બરાબર સીલ કરવું.
    સીલ કરેલા લોઈ પર થોડી કોથીમીર અને કસુરી મેથી ચોંટાડી, કોરા મેંદા માં રગદોળી પરાઠા જેવું વણવું. એક લોખંડ ની તવી ગરમ કરવી અને કુલચા ની નીચે ની તરફ પાણી લગાડી તવી પર ચોંટાડી દેવું. ગેસ ધીમો રાખવો. કુલચા ની ઉપર બબલ જેવું આવે એટલે તવી પલટાવી ગેસ તરફ કરી કુલચા કુક કરવો. ૧/૨ મિનીટ માં કુલચા શેકાય જશે.
    બટર/સફેદ માખણ લગાડી મનપસંદ સબ્જી અથવા રાયતાં સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Roshni Bhavesh Swami
Roshni Bhavesh Swami @cook_15792845
પર

ટિપ્પણીઓ

Similar Recipes