ખમણ ઢોકળા

Harsha Ben Sureliya
Harsha Ben Sureliya @cook_22365419
Junagadh

#evening recipe

શેર કરો

ઘટકો

  1. ૨ વાટકીબેસન
  2. ૬-૭ ચમચી ખાંડ
  3. ૧ ચમચીમીઠું
  4. દોઢ ચમચી લીંબુ ના ફૂલ
  5. અડધી ચમચી હળદર
  6. ૨ ચમચીઈનો
  7. ૧ ચમચીતેલ
  8. વધાર માટે
  9. ૨-૩ ચમચી તેલ
  10. ૧ ચમચીરાઈ અને જીરું
  11. અડધી ચમચી તલ
  12. થોડામીઠા લીમડાના પાન
  13. ૨-૩ ચમચી ખાંડ
  14. અડધી ચમચી મીઠું
  15. અડધા થી ઓછા લીંબુ ના ફૂલ
  16. નાના ગ્લાસ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં એક વાટકી પાણી લઈ તેમાં મીઠું, ખાંડ, લીંબુ ના ફૂલ, તેલ અને હળદર નાખીને ખૂબ હલાવો જેથી બધું જ બરાબર મિક્સ થઈ જાય.

  2. 2

    હવે તેમાં બેસન નાખી દો અને ખૂબ એક જ દિશામાં હલાવો. હવે તે મિશ્રણ ના બે ભાગ કરી લો.

  3. 3

    હવે ભાગ પાડેલા મિશ્રણ માંથી એક ભાગ લઈ તેમાં એક ચમચી ઈનો નાખી દો.ખૂ જ એક જ દિશામાં હલાવો.મિશ્રણ નો કલર બદલાય જશે.

  4. 4

    પછી એક તેલ લગાવેલ થાળીમાં આ મિશ્રણને નાખી દો. હવે ઢોકળા ના કુકરમાં બાફી લો. બફાઈ જાય એટલે તેને ઠંડુ થવા દો.

  5. 5

    હવે વધારે માટે એક કઢાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ અને જીરું નાખી દો.રાઈ તતડે એટલે તેમાં હિંગ અને મીઠા લીમડાના પાન નાખી દો પછી પાણી નાખી દો હવે બધા જ મસાલા નાખી દો અને ઉકળવા દો.

  6. 6

    ઢોકળા ઠંડાં થી જાય એટલે તેનાં પર આ વધાર નું પાણી નાખી દો. હવે સ્વાદિષ્ટ ઢોકળા સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harsha Ben Sureliya
Harsha Ben Sureliya @cook_22365419
પર
Junagadh

Similar Recipes