મેંગો કેક (Mango Cake recipe in gujarati)

Anupa Prajapati
Anupa Prajapati @cook_22780729
Shaper Veraval
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
  1. દોઢ વાટકી મેંદો,
  2. ૧ વાટકીદૂધ,
  3. પા વાટકી તેલ,
  4. ૧ વાટકીબૂરું ખાંડ,
  5. દોઢ ચમચી બેકિંગ પાઉડર,
  6. કેરી,
  7. અડધી વાટકી ખાંડ,
  8. 1ડેરી મિલ્ક ચોકલેટ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધી જ વસ્તુઓ ભેગી કરીને રાખો.

  2. 2

    કેરી ધોઈ કટકા કરી મિકસી માં પલ્પ કાઢી લો.

  3. 3

    એક પેન મા કેરી નો પલ્પ લઈ તેમાં અડધી વાટકી ખાંડ ઉમેરી ગેસ પર મૂકો.તેમાં પા ચમચી મીઠું પણ ઉમેરો.ગેસ પર ૫ મિનિટ સુધી રાખી હલાવતા રેવું.થોડી વાર માં tranceperant થઈ જશે.એટલે મેંગો ગ્લેસ રેડી.

  4. 4

    બીજી બાજુ આપને કુકર ને પ્રી હિટ કરવા મૂકી દઈએ.કુકર મા સ્ટેન્ડ મૂકવું, e ના હોય તો ડિશ મૂકી સીટી અને રીંગ કાઢી મીડિયમ ફ્લામ પર કુકર ગરમ થવા મૂકવું.

  5. 5

    હવે એક મોટો બોલ લો.તેમાં દૂધ, દળેલી ખાંડ અને તેલ નાખી સરખું મિક્ષ કરો. બિટર થી કરવું.e ના હોય તો આપણી ૫ fingers thi કરવું.મે હાથ થી જ કર્યું છે.

  6. 6

    જે તપેલી મા cake મૂકવાના હોય તેને તેલ થી ગ્રીસ કરી ઉપર મેંદો છાંટવો.વધારા નો મેંદો કાઢી લેવો.અને કેક ટીન રેડી કરવું.

  7. 7

    હવે ખાંડ એકદમ ઓગળી જાય પછી તેમાં મેંદો અને બેકિંગ પાઉડર ચાળી ને જ નાખવો.અને એક જ ડીરેકશન માં હલાવવું.પછી તેમા ૪ મોટી ચમચી મેંગો ગલેસ નાખવું.મેંગો ગ્લેસ નાખ્યા પછી થોડું હળવે થી હલાવવું.અને ટીન માં રેડી દેવું.

  8. 8

    પછી કેક ટીન કુકર મા મૂકી દેવું.ધ્યાન થી.૩૫ મિનિટ પછી ચેક કરવાનું.ચાકુ થી....ના ચોંટે બેટેર તો કેક થઈ ગઈ.અને ઠંડી થવા દેવું.

  9. 9

    કેક ઠંડી થઇ ગઈ છે.ને બાર કાઢી લીધી છે.

  10. 10

    હવે ઉપર નો ઉપસેલો ભાગ ચાકુ થી કટ કરી લેવો.તેના ઉપર મેંગો ગલસ લગાવવો.

  11. 11

    મેંગો લગાવાઈ જાય પછી,એક ડેરી મિલ્ક ચોકલેટ લેવી.તેને મે ગેસ પાસે રાખી તી.e પીગળી જાય, તેમાં સોય થી નાનું હોલ કરી લાઇન બનાવ વી.

  12. 12

    હવે કેક માં ટૂથ પિક થી ઉભી લાઇન ખેંચવી.અને પછી બીજી side thi line ખેંચવી.એટલે ડિઝાઇન બનશે.ફરતે ચોકલેટ ની લાઈન બનાવી શકો.

  13. 13

    ઠંડી કરી કટ કરી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anupa Prajapati
Anupa Prajapati @cook_22780729
પર
Shaper Veraval

Similar Recipes