ક્રિસ્પી ફરાળી ટિક્કી

Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
Vadodara

ક્રિસ્પી ફરાળી ટિક્કી

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનિટ
2 વ્યકિત માટે
  1. 4-6 નંગબાફેલા બટેકા
  2. 1/2 વાટકીમોરૈયો [સાંબો]
  3. 1/2 વાટકીતપકીર
  4. 1 ચમચીમરચુ પાઉડર
  5. 1 ચમચીધાણાજીરૂ
  6. સ્વાદઅનુસારમીઠું
  7. 1 ચમચીખાંડ
  8. 1/2લીબું
  9. 1 નંગલીલુ મરચુ
  10. કટકી આદુ ખમણેલુ
  11. જરૂર મુજબ કોથમીર
  12. તેલ તરવા માટે
  13. [ શીંગદાણા નો ભુકો પણ લઈ શકાય મે નથી લીધો] *

રાંધવાની સૂચનાઓ

30 મીનિટ
  1. 1

    સૌ પ્રથમ બટેટા ને કુકર માં બાફી લો 5 થી 7 સીટી કરો

  2. 2

    ત્યારબાદ મોરૈયા માં પાણી નાખી બાફી લો એકદમ ઘટ થાય ત્યા સુધી બાફો

  3. 3

    ત્યારબાદ મોરૈયા ને એક બાઉલ માં ઠંડુ થવા દો પછી બટેટા ને છોલી બટેટા ને ખમણી લો

  4. 4

    ત્યારબાદ બટેટા અને મોરૈયા ને મિકસ કરી લો પછી તેમા મરચુ,મીઠું,ધાણાજીરૂ,લીબું,આદુ નું છીણ,લીલુમરચુ,ખાંડ કોથમીર નાખો

  5. 5

    આ રીતે બધા જ મસાલા ને મિકસ કરો

  6. 6

    પછી હાથ માં તેલ લગાવી હાથે થી આ રીતે ટિક્કી બનાવો

  7. 7

    પછી ટિકી ને તપકીર માં રગદોળી લો

  8. 8

    ત્યારબાદ એક કડાઈ તેલ મુકો તેલ ગરમ થાય એટલે બધી ટિકી મડિયમ તાપે તરી લો બાઉન કલર ની થાય ત્યા સુધી તરો

  9. 9

    અને તૈયાર છે ક્રિસ્પી ફરાળી ટિક્કી તેને એક પ્લેટ માં ટમેટો સોસ જોડે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
પર
Vadodara

Similar Recipes