મોહનથાળ(mohanthad recipe in Gujarati)

Manisha Hathi
Manisha Hathi @cook_20934679
Vadodara

#ફલોર/ લોટ
#સુપરશેફ૨
#પોસ્ટ ૪
મોહનથાળ આપણી ટ્રેડિશનલ મીઠાઈ છે અને એ જ ચાસણી થી જ બને છે જો ચાસણી પરફેક્ટ હોય તો જ મોહનથાળ સરસ બને છે મને મારા સાસુમાએ મોહનથાળ બનાવતી વખતે શું બાબતો ધ્યાનમાં રાખવી એ પ્રોપર શીખવાડ્યું એ પરથી મેં આજે મોહનથાળ બનાવ્યો છે જે ટેસ્ટમાં અને દેખાવમાં જેવો જોઈએ એવો જ બન્યો છે

મોહનથાળ(mohanthad recipe in Gujarati)

#ફલોર/ લોટ
#સુપરશેફ૨
#પોસ્ટ ૪
મોહનથાળ આપણી ટ્રેડિશનલ મીઠાઈ છે અને એ જ ચાસણી થી જ બને છે જો ચાસણી પરફેક્ટ હોય તો જ મોહનથાળ સરસ બને છે મને મારા સાસુમાએ મોહનથાળ બનાવતી વખતે શું બાબતો ધ્યાનમાં રાખવી એ પ્રોપર શીખવાડ્યું એ પરથી મેં આજે મોહનથાળ બનાવ્યો છે જે ટેસ્ટમાં અને દેખાવમાં જેવો જોઈએ એવો જ બન્યો છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ વાટકા ગાય છાપ બેસન
  2. ૧.૫ વાટકો ખાંડ
  3. ૧ કપ દૂધ
  4. ૧ ચમચી ઈલાયચી પાઉડર
  5. ૧ ચમચી કેસર
  6. ૨ વાટકા ઘી
  7. ૧ ચમચી ખસખસ
  8. ધરાબો દેવા. ૩ ચમચા નવસેકું દૂધ, ૩ ચમચા ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં ચણાનો લોટ લો. એક નાની તપેલીમાં ૩ટેબલસ્પૂન દૂધ ને ગરમ કરો તેમાં ૩ટેબલસ્પૂન ઘી નાખો.

  2. 2

    લોટમાં વચ્ચે ખાડો કરી તેમાં ગરમ કરેલું દૂધ અને ઘી બંને મિક્સ કરી ધાબો દયો લોટ ને બેવુ હાથે થી બરાબર મસળી લેવાનોત્યાર પછી એક ઘઉં ચારવાનો ચારણો લઈ તેમાં ધાબો દીધેલો લોટ નાખી તેને બરાબર મિક્સ કરી ચાળી લો.

  3. 3

    એક નોનસ્ટીક પેન લઇ તે માં બાકી રહેલું ઘી નાખો ઘી ગરમ થાય એટલે તેમાં લોટ નાખી ધીરા તાપે શેકો.

  4. 4

    એક કઢાઈમાં ખાંડ લઇ તેમાં ડૂબે તેટલું જ પાણી નાખી ધીરે-ધીરે હલાવી દોઢ તારી ચાસણી તૈયાર કરો તેમાં કેસર નાખી દો.

  5. 5

    પોણા ભાગનો લોટ શેકાઈ જાયઅને કણી બ્રાઉનથવાઆવે અને ફીણીને લોટ હલકો થઈ જાય એટલે તેમાં થોડું દૂધ રેડો બરાબર હલાવો મિક્સ થઈ જાય ફરી પાછું બાકીનું દૂધ નાખી તેને બરાબર હલાવો થોડું ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી તેમાં તૈયાર કરેલી ચાસણીમાં નાખી દો ઈલાયચી પાઉડર નાખી દો

  6. 6

    મો હનથાળ ના મિશ્રણ ને બરાબર હલાવી તેને પેનમાં જ ઠારવા મૂકી દો. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું ધીરે-ધીરે ચાસણી પી મોહનથાળ ઘટ્ટ થઈ જાય એટલે તેને ડબ્બામાં પાથરી દો એની પર ખસખસ ભભરાવી દો થોડીવાર રહી તેના કાપા પાડી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Hathi
Manisha Hathi @cook_20934679
પર
Vadodara
test+ texture+healthy = cooking perfection
વધુ વાંચો

Similar Recipes