વાટીદાળના ખમણ (Vatidal Khaman Recipe In Gujarati)

Jyoti Joshi
Jyoti Joshi @Jyoti1982

#CT 
વાટીદાળના ખમણ એ વડોદરાની ફેમસ રેસીપી છે. ઓ. પી રોડ ના ગુરુકૃપા ના ખમણ ખૂબ જ ફેમસ છે.

વાટીદાળના ખમણ (Vatidal Khaman Recipe In Gujarati)

#CT 
વાટીદાળના ખમણ એ વડોદરાની ફેમસ રેસીપી છે. ઓ. પી રોડ ના ગુરુકૃપા ના ખમણ ખૂબ જ ફેમસ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ્સ
4લોકો
  1. 2 વાટકીચણાની દાળ
  2. 4 ટેબલસ્પૂનદહીં
  3. 2 ટી સ્પૂનલીંબુનો રસ
  4. 4 ટેબલસ્પૂનતેલ
  5. 1/4 ટી સ્પૂનરાઈ
  6. 3 નંગલીલાં મરચાં
  7. 1/4 ટી સ્પૂનહળદર
  8. મીઠું સ્વાદ મુજબ
  9. 1 1/2 ટી સ્પૂનઇનો
  10. 1 ટી સ્પૂનસમારેલી કોથમીર
  11. 1 ટી સ્પૂનકોપરાનું છીણ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ્સ
  1. 1

    ચણાની દાળને 6થી 7કલાક માટે પલાળી લો. ત્યારબાદ મિક્સરમાં દહીં અને લીંબુનો રસ ઉમેરી ક્રશ કરી લો. પાણી નો ઉપયોગ ખૂબ જ ઓછો કરવાનો છે.

  2. 2

    હવે વાટેલી દાળને ઢાંકીને 7થી 8કલાક કે રાતભર આથો આવવા માટે મૂકી દો.હવે મિશ્રણમાં મીઠું અને હળદર ઉમેરી મિક્સ કરો.જરૂર મુજબ પાણી ઉમેરો.

  3. 3

    હવે ઢોકળા ના કૂકરમાં પાણી ઉમેરી ગરમ કરવા મૂકો. ઢોકળાની થાળીને તેલ લગાવી લો. હવે ખીરામાં ઇનો ઉમેરી 1સ્પૂન પાણી ઉમેરી એક જ દિશામાં હલાવો અને મિશ્રણ ને થાળીમાં રેડી કૂકરમાં 10મિનિટ માટે બાફી લો.

  4. 4

    હવે એક કઢાઈમાં વઘાર માટે તેલ ગરમ કરી રાઈ ઉમેરી તતડે એટલે લીલાં મરચાં ઉમેરી ગૅસ બંધ કરો.

  5. 5

    હવે કૂકર ઠંડુ થાય એટલે તેને ઓપન કરી ખમણની થાળી બહાર કાઢી ને ઠંડી થવા દો. ખમણને ચાકુ થી કટ કરી વઘાર ઉમેરી, કોથમીર અને કોપરાનું છીણ ઉમેરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyoti Joshi
Jyoti Joshi @Jyoti1982
પર
i love cooking. it makes me happy.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes