વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)

Kajal Sodha
Kajal Sodha @kajal_cookapad
Keshod ( District - Junagadh)

વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીચણાની દાળ
  2. ૨ ચમચીચોખા
  3. ૧ પેકેટ બ્લુ ઈનો
  4. ૧ ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  5. ચપટીહીંગ
  6. ચપટીલીંબુના ફુલ
  7. ૨ ચમચીદહીં
  8. ૧ ચમચીખાંડ
  9. ૧/૪ ચમચીહળદર
  10. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દાળ અને ચોખા ને ૪ થી ૫ કલાક સાથે જ પલાળી, પાણી નીતારી લેવું.હવે તેમાં દહીં, લીંબુના ફુલ અને થોડું પાણી ઉમેરી કરકરુ અને ઘટ્ટ ક્રશ કરી લેવું.

  2. 2

    હવે તેમાં હીંગ અને હળદર ઉમેરી મીક્સ કરી ૪ થી ૫ કલાક આથો આવવા દો.

  3. 3

    બાદ તેમાં આદું મરચાં ની પેસ્ટ, ખાંડ અને જરૂર મુજબ પાણી ઉમેરી ઘટ્ટ ખીરું બનાવી એકદમ હલાવી લો.

  4. 4

    છેલ્લે ઈનો ઉમેરી મીક્સ કરી તેલ લગાવેલી થાળીમાં ૨૦ મિનિટ બફાવા દેવા.અને પછી થોડા ઠંડા થવા દેવા.

  5. 5

    હવે એક વઘારીયા માં તેલ ગરમ મુકી તેમાં રાઈ, જીરું, તલ,લીલાં મરચાં ઉમેરી ખમણ ઉમેરો મીક્સ કરી ગરમાગરમ સર્વ કરો.

  6. 6

    તૈયાર છે વાટી દાળના ખમણ.😋😋😋ઉપર કોથમીર અને સેવ ભભરાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kajal Sodha
Kajal Sodha @kajal_cookapad
પર
Keshod ( District - Junagadh)
cooking is my hobby , I love cooking so..much and my hobby fulfills with cookpad 🤗😍
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes