ખમણ(Khaman Recipe in Gujarati)

Nikita Patel
Nikita Patel @cook_26538008
Kamrej

ખમણ(Khaman Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 Minute
4 loko
  1. 2 કપચણાની દાળ
  2. 1/2 કપચોખા
  3. 1 ચમચીલીલુ મરચુ
  4. 1 ચમચીઆદુ વાટેલુ
  5. મીઠુ સવાદ અનુસાર
  6. હળદર
  7. 2 ચમચીદહીં
  8. ચપટીલીબુના ફુલ
  9. ઈનો 1 પેકેટ
  10. વઘાર માટે
  11. તેલ
  12. રાઈ
  13. કોથમીર
  14. કોપરાનુ છીણ

રાંધવાની સૂચનાઓ

30 Minute
  1. 1

    ચણાની દાણ અને ચોખા ને ભેગા કરીને 5 - 6 કલાક માટે પલાળી રાખો.

  2. 2

    હવે પલાળેલી દાળ અને ચોખા ને 6- 7 વાર સારી રીતે ધોઈ ને પીસી લેવુ. જયારે પીસો તેમા જ દહીં ઉમેરવુ.

  3. 3

    બધુ પીસાય જાય પછી તેમાં લીંબુના ફુલ નાંખી બરાબર મીકસ કરીને 7 - 8 કલાક માટે આથો લાવા માટે મુકી દેવુ.

  4. 4

    હવે આથો આવી જાય અેટલે તેમા આદુ, વાટેલુ લીલુ મરચુ, હળદર, મીઠુ નાંખી બરાબર મીકસ કરો. ખીરુ તૈયાર છે.

  5. 5

    ઈડલીના કુકરમાં ઢોકળા ની થાળી મા તેલ લગાવી ને ગરમ કરવા મુકો.

  6. 6

    ઢોકળાની થાળી ફુલ ભરાઈ જાય એટલુ ખીરુ લેવુ. એ ખીરામાં 1 પેકેટ ઈનો અને 2 ચમચી પાણી નાંખી ને બરાબર હલાવવુ. મીકસ કરીને તરત જ કુકર માં પાથરી દેવુ અને કુકરને બંધ કરવુ.. 15 થી 20 મિનિટ માટે થવા દેવ.

  7. 7

    થોડીવાર પછી ચપપુ નાખી ચેક કરવુ..જો ચપપુ સાફ દેખાય તો ખમણ થઈ ગયા છે.

  8. 8

    ખમણને ઠંડા થાય પછી કાપી લેવા. તેની પર કોપરાનુ છીણ અને કોથમીર ભભરાવવુ.

  9. 9

    હવે ખમણ ને વઘારવા...તેના માટે વઘારીયા મા તેલ ગરમ કરો..પછી તેમા રાઈ નાખી ખમણ પર રેડવો....

  10. 10

    તો તૈયાર છે ચણાની દાણ ના ખમણ...

  11. 11

    નોંધ- ચણાની દાળ ને થોડી કકરી પીસવી.... જયારે પીસો તયારે બહુ પાણી વાપરવુ નહી..ખીરુ ઘટ જ રાખવુ. તો જ ખમણ સારા અને સોફટ થસે....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nikita Patel
Nikita Patel @cook_26538008
પર
Kamrej

ટિપ્પણીઓ

Similar Recipes