ચોકલેટ ફ્લેવર શક્કરપારા (Chocolate Sakkarpara Recipe In Gujarati)

Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
Junagadh

#સ્નેકસ
આજે મેં નાસ્તામાં ચોકલેટ ફ્લેવર ના સક્કરપારા બનાવ્યા. ચોકલેટ નાના-મોટા સૌને ભાવે છે અને બાળકોને વધારે ભાવે છે. માટે ડાર્ક ચોકલેટ પાઉડર નાખી સકરપારા બનાવ્યા જે બહુ જ સરસ બન્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦થી ૫૦ મિનિટ
સાત વ્યક્તિ
  1. ૫૦૦ ગ્રામ મેંદો
  2. સો ગ્રામ દળેલી ખાંડ
  3. 1 કપદેશી ઘી
  4. સો ગ્રામ ડાર્ક ચોકલેટ પાઉડર
  5. જરૂર પ્રમાણે પાણી
  6. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૪૦થી ૫૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલા સકરપારા માટેનો લોટ બાંધવા માટે એક કાથરોટ લઇ તેની અંદર મેદાને ચારી લો.

  2. 2

    હવે તેની અંદર ડાર્ક ચોકલેટ પાઉડર ઘી અને દળેલી ખાંડ નાખી થોડું થોડું પાણી નાખી લોટ બાંધો.

  3. 3

    લોટ બહુ કઠણ ના બાંધવો અને બહુ નરમ પણ નહીં બાંધવાનો. હવે બાંધેલા લોટને ૧૦ મિનિટ માટે ઢાંકીને રાખી દો.

  4. 4

    દસ મિનિટ બાદ લોટમાંથી મોટા લુવા લો અને મોટી અને જાડી રોટલી વણી લો.

  5. 5

    ત્યાર બાદ વધેલી રોટલીમાંથી નાના નાના ચોરસ પીસ પાડો.

  6. 6

    હવે એક કડાઈમાં શક્કરપારા તળવા માટે તેલ મૂકો. તેલ ગરમ થઇ જાય એટલે ધીમી આંચ પર બધા જ સકરપારા તરી લો.

  7. 7

    તો ફ્રેન્ડ્સ રેડી છે ચોકલેટ ફ્લેવર સકરપારા..... જે બાળકોને ખુબ ભાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
પર
Junagadh
I love cooking very much
વધુ વાંચો

Similar Recipes