નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
શેર કરો

ઘટકો

  1. ૧ બાઉલ બેસન
  2. 4 ચમચીદહીં
  3. ૨ ચમચીતેલ
  4. 1 ટીસ્પૂનઆદું-મરચાની પેસ્ટ
  5. ચપટીહિંગ
  6. ૧૧/૨ લીંબુ ના ફૂલ
  7. 1 ટી સ્પૂન સાજીના ફૂલ
  8. 2 ચમચીતેલ વઘાર માટે
  9. 1 ટી સ્પૂનરાઈ
  10. 1 ટીસ્પૂનતલ
  11. 4 -5 લીલા મરચા ઝીણા સમારેલા
  12. 4 ટીસ્પૂનખાંડ
  13. કોથમીર ઝીણી સમારેલી
  14. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણાના લોટમાં આદું-મરચાંની પેસ્ટ, મીઠું, તેલ, લીંબુ ના ફૂલ નાખી બરાબર મિક્સ કરી ખીરું બનાવો

  2. 2

    એક વાસણમાં પાણી મૂકી કાઢલો મૂકી તેના પર સ્ટીલની થાળીને તેલ ચોપડીને મૂકવી.

  3. 3

    તૈયાર કરેલ ખીરામાં સાજીનાં ફૂલ નાખી એક જ બાજુ ખૂબ હલાવી થાળીમાં રેડી દો

  4. 4

    તેની ઉપર ઢાંકણ ઢાંકી દેવું અને જો તેમાંથી વરાળ જતી હોય તો કાપડ વીંટીને ઉપર ભાર મુકી મૂકવો.

  5. 5

    દસથી પંદર મિનિટ એની સ્ટીમ થવા દો

  6. 6

    ખમણ તૈયાર થાય એટલે એક વધાર્યા માં તેલ લઈ તેમાં તલ,રાઈ,લીલા મરચાના ટુકડા નાખીને વઘાર કરો.

  7. 7

    આ વઘારમાં એકથી 1-1/2 કપ કેટલું પાણી નાખી અને ઉપર જણાવેલ ખાંડ નાખી પાણી ઉકળવા દો.

  8. 8

    તૈયાર થઈ ગયેલા ખમણ રૂમ ટેમ્પરેચર પર આવે એટલે આ તૈયાર કરેલો વઘાર તેની ઉપર રેડો

  9. 9

    ઉપરથી ઝીણી સમારેલી કોથમીર થી ગાર્નિશ કરીને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

Similar Recipes