કોથંબિર વડી (kothambir vadi recipe in Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#TT2
કોથંબિર વડી એક અદભુત સ્ટાર્ટર નાસ્તો છે.બાહ્ય ભાગ કડક અને આંતરિક નરમ સ્વાદિષ્ટ હોય છે.જે મહારાષ્ટ્રિયન માં અત્યંત લોકપ્રિય છે અને મોટેભાગે મહારાષ્ટ્ર નાં ઘરો માં ગરમ મસાલા ચા સાથે પિરસવા માં આવે છે.

કોથંબિર વડી (kothambir vadi recipe in Gujarati)

#TT2
કોથંબિર વડી એક અદભુત સ્ટાર્ટર નાસ્તો છે.બાહ્ય ભાગ કડક અને આંતરિક નરમ સ્વાદિષ્ટ હોય છે.જે મહારાષ્ટ્રિયન માં અત્યંત લોકપ્રિય છે અને મોટેભાગે મહારાષ્ટ્ર નાં ઘરો માં ગરમ મસાલા ચા સાથે પિરસવા માં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 1 કપબેસન અથવા ચણા નો લોટ
  2. 1/2 કપચોખા નો લોટ
  3. 11/2 કપકોથમીર (ઝીણી સમારેલી)
  4. 2 ચમચીશીંગદાણા (અધ્ધકચરો ભુક્કો)
  5. 3-4 ચમચીફ્રેશ કોકોનટ
  6. 1 નંગમોળું મરચું
  7. 2 નંગતીખું મરચું
  8. 2 ચમચીસફેદ તલ
  9. મીઠું પ્રમાણસર
  10. 1/4 ચમચીલાલ મરચું
  11. 1/4 ચમચીહળદર
  12. 1/4 ચમચીધાણાજીરું
  13. 1/4 ચમચીઅજમો
  14. 1 ચમચીતેલ
  15. 2 ચમચીશેકેલા તલ
  16. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કોથમીર સાફ કરી ધોઈ ઝીણી સમારી કોરી કરવી.તાજુ નારીયળ ની છાલ કાઢી ભુકો કરવો.પેન માં 1 કપ પાણી ગરમ કરવા મુકી તેમાં મોળાં અને તીખાં મરચાં,શીંગદાણા નો ભુકો,સફેદ તલ,ફ્રેશ કોકોનટ,મીઠું, લાલ મરચું, હળદર, અજમો,ધાણાજીરું અને તેલ નાખી પાણી ઉકાળો.

  2. 2

    તેમાં બેસન અને ચોખા નો લોટ ઉમેરી મિક્સ કરો.કોથમીર નાખી ગેસ બંધ કરી હલાવવું. 5 મિનિટ માટે ઢાંકી ને રાખવું.

  3. 3

    પ્લેટ તેલ થી ગ્રીસ કરી ને તેમાં જાડું પાથરી ઉપર શેકેલા તલ છાંટી ડટ્ટા ને તેલ થી ગ્રીસ કરી દબાવી દો.અડધી કલાક રાખી.ચોરસ કટ્ટ કરી..પેન માં તેલ ગરમ થાય પછી પહેલાં ફાસ્ટ તાપે પછી મિડીયમ ધીમા તાપે તળવા.

  4. 4

    ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન તળવા.ટિશ્યૂ પેપર પર લઈ લેવા.પ્લેટ માં કોથમીર, નારીયળ અને શેકેલા તલ મિક્સ કરવા અને કેચઅપ લેવો.

  5. 5

    વડી ની ફરતે કેચઅપ ડીપ કરી કોથમીર વાળા મિશ્રણ માં ડીપ કરવું.કેચઅપ,લીલી ચટણી અને ચા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

Similar Recipes