મુઠીયા (Muthiya in gujarati)

Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha

#સ્નેક્સ
#પોસ્ટ૩
#માઇઇબુક
#પોસ્ટ૨
મુઠીયા હર એક ગુજરાતી લોકો ના ઘર માં લગભગ ૧૦-૧૨ દિવસે એક વખત તો બની જ જતા હોઈ છે. આ વાનગી સવારે નાસ્તા થી લઈ સાંજે નાસ્તા માં તથા રાત્રી ના ભોજન માં પણ લઈ શકાય. તે ઉપરાંત આ વાનગી ખૂબ જ પૌષ્ટિક છે તેમજ ચટપટું તો ખરું જ.

મુઠીયા (Muthiya in gujarati)

#સ્નેક્સ
#પોસ્ટ૩
#માઇઇબુક
#પોસ્ટ૨
મુઠીયા હર એક ગુજરાતી લોકો ના ઘર માં લગભગ ૧૦-૧૨ દિવસે એક વખત તો બની જ જતા હોઈ છે. આ વાનગી સવારે નાસ્તા થી લઈ સાંજે નાસ્તા માં તથા રાત્રી ના ભોજન માં પણ લઈ શકાય. તે ઉપરાંત આ વાનગી ખૂબ જ પૌષ્ટિક છે તેમજ ચટપટું તો ખરું જ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૩ વ્યકિત
  1. ૧ કપછીણેલી દૂધી
  2. ૧ કપસમારેલી મેથી
  3. ૨ ટેબલસ્પૂનસમારેલ પાલક
  4. ૧ નંગબારીક સમારેલ ડુંગળી
  5. ૧ ટીસ્પૂનબારીક સમારેલ લસણ
  6. ૧ ટીસ્પૂનઆદુ - મરચા ની પેસ્ટ
  7. ૧ કપઘઉં નો કરકરો લોટ
  8. ૨ ટેબલસ્પૂનબાજરા નો લોટ
  9. ૨ ટેબલસ્પૂનચણા નો લોટ
  10. ૨ ટેબલસ્પૂનજુવાર નો લોટ
  11. સ્વાદ પ્રમાણેમીઠું
  12. ૩ ટેબલસ્પૂનતેલ
  13. ચપટીખાવાનો સોડા
  14. ૧/૨ ટીસ્પૂનહળદર
  15. ૨ ટીસ્પૂનલાલ મરચું પાઉડર
  16. ૨ ટીસ્પૂનધાણજીરું
  17. ૧/૨લીંબુ નો રસ
  18. વઘાર માટે:
  19. ૨ ટેબલસ્પૂનતેલ
  20. ૧ ટીસ્પૂનતલ
  21. ૧/૨ ટીસ્પૂનરાઈ
  22. ૧/૪ ટીસ્પૂનજીરુ
  23. ચપટીહિંગ
  24. ૭-૮ મીઠા લીમડા ના પાન
  25. ૧ નંગસૂકું લાલ મરચું
  26. ૧ ટીસ્પૂનખાંડ
  27. સજાવવા માટે:
  28. ૧ ટેબલસ્પૂનબારીક સમારેલી કોથમીર
  29. ૨ ટીસ્પૂનસૂકા કોપરા નું છીણ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કથરોટ માં છીણેલી દૂધી, સમારેલી મેથી, સમરેલ પાલક, સમારેલ ડુંગળી, સમારેલ લસણ, આદુ - મરચાની પેસ્ટ, મીઠું, હળદર, લાલ મરચુ પાઉડર, ધાણાજીરૂ અને તેલ ઉમેરી મિક્સ કરી લો. હાથ થી બરાબર મસળી લો જેથી બધું એકરસ થઈ જાય.

  2. 2

    હવે ખાવા નો સોડા ઉમેરી તેના પર લીંબુ નો રસ નાખી ને મિક્સ કરો. જેથી સોડા ફૂલી ને બરાબર મિક્સ થઈ શકે.

  3. 3

    ત્યારબાદ બધા લોટ ઉમેરી ને હાથ થી મસળતા જઈ બધું બરાબર મિક્સ કરો. પાણી ઉમેરવું નહિ. જરૂર લાગે તો ૧ ચમચી દહીં ઉમેરવું.

  4. 4

    હવે સ્ટીમર માં પાણી ગરમ કરવા મૂકી તેના પર કાણા વળી ડિશ મૂકો. તૈયાર કરેલ મિશ્રણ માંથી મુઠીયા વાળી (હોલ્ડ શેઇપ) ને ડિશ પર થોડા થોડા અંતરે ગોઠવો. આવી રીતે મિશ્રણ માંથી બધા મુઠીયા વાળી ને ગોઠવી લો. હવે સ્ટીમર ને ઢાંકણ લગાવી ધીમા તાપે ૩૫-૪૦ મિનિટ સુધી ચઢવા દો.

  5. 5

    ચઢી ગયા બાદ ઢાંકણ હટાવી થોડી વાર મુઠીયા ઠંડા થવા દો. હવે તેને નાના નાના ટુકડા માં કાપી લો.

  6. 6

    વઘાર માટે કઢાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે રાઈ અને જીરું તતડાવો. ત્યારબાદ તલ, મીઠા લીમડા ના પાન, સૂકું લાલ મરચું અને હિંગ ઉમેરી દો.

  7. 7

    હવે મુઠીયા ના ટુકડા ઉમેરી લો. ખાંડ ઉમેરી મિક્સ કરી ધીમા તાપે ૨ મિનિટ માટે ચઢવા દો. ત્યારબાદ કોથમીર અને સૂકા કોપરા નું છીણ ઉમેરી લો.

  8. 8

    ગરમ ગરમ મુઠીયા મનપસંદ ચટણી અથવા ચા સાથે પીરસો. તૈયાર છે સરસ મજાના પૌષ્ટિક એવા પારંપરિક મુઠીયા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha
પર

Similar Recipes