બ્રોકોલી પાવભાજી બ્રુસેટા(broccoli pavbhaji Bruschetta Recipe in Gujarati)

Riddhi Ankit Kamani
Riddhi Ankit Kamani @cook_20102359
Jamnagar

આપના સૌની પ્યારી પાવભાજી એક નવા જ અંદાજ માં...
જેમાં સ્વાદ એજ છે પણ રૂપ અલગ છે. જેમાં ઇન્ડો ઇટાલિયન ટ્વિસ્ટ અપાયું છે.
#વીકમિલ
#તીખું
#માઇઇબુક post2

બ્રોકોલી પાવભાજી બ્રુસેટા(broccoli pavbhaji Bruschetta Recipe in Gujarati)

આપના સૌની પ્યારી પાવભાજી એક નવા જ અંદાજ માં...
જેમાં સ્વાદ એજ છે પણ રૂપ અલગ છે. જેમાં ઇન્ડો ઇટાલિયન ટ્વિસ્ટ અપાયું છે.
#વીકમિલ
#તીખું
#માઇઇબુક post2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

લગભગ 15 મિનિટ
૩-૪ માણસ માટે થાય.
  1. 1 કપબાફેલા બટાકા
  2. 1 કપબાફેલા રીંગણાં
  3. 1 કપબાફેલા બ્રોકોલી
  4. 1 કપબાફેલા ફ્લાવર અને કોબી
  5. ૩ચમચી કાચા વટાણા
  6. 1મોટી ડુંગળી જીની સમારેલી
  7. 2ટામેટા જીણા સમારેલા
  8. 2 ચમચીઆદુ, લસણ અને મરચાં ની પેસ્ટ
  9. ચપટીહીંગ
  10. 3 મોટી ચમચીતેલ
  11. 1 ચમચીધાણા જીરું પાઉડર
  12. 2 ચમચીલાલ મરચું
  13. 2 ચમચીપાવભાજી ગરમ મસાલો
  14. 2 ચમચીખાંડ
  15. 2 ચમચીલીંબુ નો રસ
  16. કોથમીર
  17. મીઠુ સ્વાદ મુજબ
  18. ૨ ચમચીમાખણ
  19. 4પાવભાજી ના પાવ

રાંધવાની સૂચનાઓ

લગભગ 15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કડાઈ માં તેલ મૂકો. ગરમ થાય એટલે તેમાં હીંગ, ધાણા જીરું અને આદુ મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરો અને સાંતડવા દો. ત્યારબાદ તેમાં ડુંગળી નાખી તેને થોડી વાર ચડવા દો.ત્યારબાદ તેમાં વટાણા નાખો. અહીં કાચા વટાણા લીધેલા 6 ત્યારબાદ ટામેટા નાખો. છપટી હળદર નાખવી. ખાંડ અને મીઠું નાખી બધું જ બરાબર ચડવા દેવું. થોડું છુંન્દી લેવું.

  2. 2

    હવે બધા જ બાફેલા શાક ને બરાબર મિક્સ કરી લો. તેમાં પાવભાજી ગરમ મસાલો અને લાલ ચટણી ઉમેરી મિક્સ કરો. હવે આ મિક્સ ને ઉપર ના મિક્સચર માં ઉમેરવું અને બધું જ બરાબર મિક્સ કરીને થોડી વાર ધીમા તાપે ચડવા દો. ભાજી માંથી તેલ છૂટું પડે એટલે ગેસ બંધ કરી તેમાં લીંબુ નો રસ ઉમેરી કોથમીર ઉમેરી મિક્સ કરવું.

  3. 3

    હવે બ્રુસેટા બનાવા માટે પાવ ને વચ્ચે થી કાપી લઈ બે ભાગ કરવા. તવા પર થોડું તેલ અથવા બટર લગાવું અને બંને બાજુ સેકી લેવા. એક બાજુ પર બનાવેલી ભાજી મૂકવી એક દમ સરસ રીતે. તેના પર થોડું ચીઝ ભભરાવું અને તે ઓગડે ત્યાં સુધી થવા દેવું. ત્યારબાદ એક ડિશ માં લઈ બ્રુસેટા ને ડુંગળી તેમજ ટામેટા થી અને પાપડ તેમજ કોથમીર થી સજાવી ગરમાં ગરમ સર્વ કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Riddhi Ankit Kamani
Riddhi Ankit Kamani @cook_20102359
પર
Jamnagar
Engineer from mind Chef from heartFollow me for my creative receipes with a healthy touch.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes