પાવભાજી (Pavbhaji recipe in Gujarati)

પાવભાજી મૂળરૂપે મહારાષ્ટ્રની ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે. ગુજરાતી લોકોને એટલી પસંદ છે કે ગુજરાતીઓએ પાવભાજી ને પોતાની બનાવી લીધી છે. પાવભાજી એ શાકભાજીના મિશ્રણમાં મસાલા ઉમેરીને બનતી એક ગ્રેવી છે જે પાવ સાથે પીરસવામાં આવે છે. પાવભાજી માં બટર ઉમેરી ને ખાવાથી એનો સ્વાદ ખૂબ જ વધી જાય છે.
પાવભાજી (Pavbhaji recipe in Gujarati)
પાવભાજી મૂળરૂપે મહારાષ્ટ્રની ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે. ગુજરાતી લોકોને એટલી પસંદ છે કે ગુજરાતીઓએ પાવભાજી ને પોતાની બનાવી લીધી છે. પાવભાજી એ શાકભાજીના મિશ્રણમાં મસાલા ઉમેરીને બનતી એક ગ્રેવી છે જે પાવ સાથે પીરસવામાં આવે છે. પાવભાજી માં બટર ઉમેરી ને ખાવાથી એનો સ્વાદ ખૂબ જ વધી જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકાને છોલી મોટા કટકા કરી ફ્લાવર અને વટાણા સાથે કૂકરમાં પાણી નાખી એક સીટી મારી બાફી લેવા અને એની જાતે ઠંડું થવા દેવું. બાફેલા શાકભાજીને પોટેટો મેશર થી મેશ કરી લેવા.
- 2
એક પોટમાં તેલ ગરમ કરી એમાં બારીક સમારેલા કાંદા ઉમેરવા. કાંદા હલકા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી સાંતળવા. હવે તેમાં આદુ લસણની પેસ્ટ અને કેપ્સિકમ ઉમેરવા. કાંદા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી બધું પકાવવું. હવે એમાં પાવભાજીનો મસાલો, લાલ મરચું અને મીઠું ઉમેરી બધું બરાબર મિક્સ કરી લેવું.
- 3
હવે ઝીણા સમારેલા ટામેટા અને થોડું પાણી ઉમેરી બધું બરાબર મિક્સ કરીને મીડીયમ તાપે જ્યાં સુધી ટામેટાંથી તેલના છૂટું પડે ત્યાં સુધી થવા દેવું. હવે એમાં મેશ કરેલા શાકભાજી ઉમેરવા. જરૂર મુજબ પાણી ઉમેરી બધું બરાબર હલાવી લેવું. પાવભાજી ને ધીમા તાપે પંદરથી વીસ મિનિટ સુધી ચડવા દેવી. વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું જેથી કરીને ચોંટી ના જાય.
- 4
તૈયાર થતી ભાજીમાં બટર ઉમેરી બે મિનિટ સુધી ચડવા દેવું પછી ગેસ બંધ કરી દેવો.
- 5
ગરમાગરમ પાવભાજી ઝીણા સમારેલા કાંદા, ટામેટા, ધાણા અને લીંબુ સાથે સર્વ કરવી.
Similar Recipes
-
પાવભાજી (Paubhaji Recipe In Gujarati)
#વેસ્ટ#post 35પાવભાજી મૂળરૂપે મહારાષ્ટ્રની ખુબ જ લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે. આજે મે મુંબઈ સ્ટાઇલ પાવભાજી ઘરે બનાવી છે, જે ગુજરાતી લોકો ની પણ એટલી જ પ્રિય છે, જેથી લોકો એને ખાવાનું ખુબ પસંદ કરે છે, પાવભાજી એ શાકના મિશ્રણમાં મસાલા ઉમેરીને બનતી એક એવી ગ્રેવી છે જે પાવ સાથે પીરસવામાં આવે છે અને એ પણ બટરથી સેકેલા જેનાથી ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે બટર ને પાવભાજીમાં ઉમેરો તો સ્વાદ કંઈક અલગ જ લાગે છે અને જો વરસાદ પડે તો ગરમ ખાવાની મોજ પડે છે મારા ઘરમાં તો બધાને ખુબ ભાવે છે. Jaina Shah -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
મારી ૧ નંબર ની પ્રિય વાનગી હોય તો તે છે પાવભાજી. મારી ભાજી અલગ હોઈ છે અને તેની સરખામણી કડોદરા ના જેઠા કાકા ની ભાજી સાથે થાઈ છે. બાળકો બધા શાકભાજી ખાવા કરતાં હોતા નથી પણ પાવભાજી માં ખાઇ જાય બાળકો , જેમ કે વટાણા, ફ્લાવર. Nilam patel -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
#PS#Cookpadgujrati#Cookpadindiaચટપટી વાનગી ની વાત આવે તો પાવભાજી પેલા જ યાદ આવે. ખાટો, અને તીખો એમ ખુબ જ સરસ કોમ્બિનેશન છે પાવભાજી માં ટેસ્ટ નો.અમારે ત્યાં કોઈ પણ નાનું family get-together હોય એટલે પાવભાજી ફિક્સ જ હોય...નાના મોટા દરેક વ્યક્તિ ને પાવભાજી પસંદ જ હોય. Bansi Chotaliya Chavda -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
#MAઆજે મધર્સ ડે , તો દોસ્તો હું આજે એક એવી વાનગી લાવી છું.. જે મારા મમ્મી ને ખૂબ જ ભાવતી હતી... અમારા ઘર માં કોઈ નો પણ જન્મદિવસ હોય કે સારો દિવસ હોય.. આ વાનગી હોય જ.. તો દોસ્તો ચાલો રેસીપી જોઈ લેશું.. Pratiksha Patel -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
પાવભાજી મુંબઈનું સ્ટ્રીટ ફૂડ છે તે નાના મોટા સૌને ભાવે છે વેજીટેબલ અને કાંદા ટામેટાની ગ્રેવી સાથે બનાવવામાં આવે છે બટરના ભરપૂર ઉપયોગ કરવાથી આ ડિશ ખૂબ જ ટેસ્ટી લાગે છે Arti Desai -
-
ખીચડી પાવભાજી (Khichadi Pavbhaji Recipe In Gujarati)
હાય ફ્રેન્ડ્સ આજે હું નવી વેરાઈટી લઈને આવીશું ખીચડી પાવ ભાજી ખાવાથી એકદમ સ્વાદિષ્ટ મજેદાર લાગે છે. અને હા દોસ્તો આ ખીચડી પાવભાજી એમનેમ પણ ખાવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને પાઉં સાથે પણ ખાઈ શકાય છે એકવાર તમે પણ બનાવજો જરૂર થી ટ્રાય કરજો અને મને જણાવજો કે તમને કેવી લાગી. Varsha Monani -
પાવભાજી (Pavbhaji recipe in Gujarati)
#GA4#week11#લીલીડુંગળીઆપડે સાદા પાવ ભાજી તો ખાઈ એ જ છીએ .પણ આ મા મે લીલી ડુંગળી નો ઉપયોગ કરી ને બનાવ્યા છે. Jagruti Chauhan -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#cauliflowerશિયાળા માં બધા શાકભાજી ખૂબ સરસ આવતા હોય છે ,ખાસ કરી ને વટાણા ને ફ્લાવર ઠંડી ની ઋતુ માં જ સારા આવે ,મે લગભગ બધા શાક નો ઉપયોગ કરી ને પાવભાજી બનાવી છે . Keshma Raichura -
બટર પાવભાજી (Butter pavbhaji recipe in gujarati)
#Dishaપાઉંભાજી નાના બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને ફેવરિટ હોય છે. જે બાળકો લીલા શાકભાજી નથી ખાતા તે બધા પાવભાજી તો હોંશે હોંશે ખાઇ લે છે. પાવભાજી મારી ફેવરિટ છે. પાવભાજી એક સ્ટ્રીટ ફૂડ છે. બટરમાં બનાવવા થી એકદમ ટેસ્ટી લાગે છે. અહી મે દિશા મેમ ની રેસીપી ફોલો કરીને પાવભાજી બનાવી છે. Parul Patel -
પાવભાજી (Pavbhaji Recipe in Gujarati)
આ વાનગી એવી છે જે બાળકો શાક ના ખાતા હોય તેઓ પાવભાજી ને મનથી ખાઈ શકે છે અને હેલ્ધી છે... અને મારા બાળકને આ બહુ પ્રિય છે. જે મારા ઘરે મહિનામાં બે વાર બને છે... Megha Shah -
બટર પાવભાજી (Butter Pavbhaji Recipe In Gujarati)
#GA4#Week6#BUTTER#COOKPAGUJ#COOKPADINDIA પાવભાજી એ ઘણાં બધાં શાક ને ભેગા કરી ને બનાવવા માં આવે છે. આ ડિશ તૈયાર કરવા માં બટર નો ઉપયોગ કરવામાં આવે તો તેનો સ્વાદ કંઇક અલગ જ આવે છે. અહીં મેં પાવ અને ભાજી બટર માં તૈયાર કરેલ છે. Shweta Shah -
-
પાવભાજી(Pavbhaji Recipe In Gujarati)
#વેસ્ટમે પાવભાજી માં કલર લાવવા માટે બીટ નો ઉપયોગ કર્યો છે Dipti Patel -
ચીઝ પાવભાજી (Cheese Pavbhaji Recipe In Gujarati)
#MAઆમ તો મારા મમ્મીના હાથની બધી જ વાનગી સરસ બને છે પણ આજે મધર્સ ડે સ્પેશિયલ ચીઝ પાવભાજી મારી મમ્મીની જેમ બનાવી છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બની છે😍🌹❤️ thank you so much my lovely mom🥰 Falguni Shah -
-
મિક્સ વેજ પાવભાજી વિથ હોમ મેડ પાવભાજી મસાલા ( Mix Veg. Pavbhaji with Homemade Pavbahaji Masala Rec
#CT#cookpadindia#cookpadgujratiમુંબઈ સરદાર સ્પેશ્યલ પાવભાજી ઈન માય સ્ટાઈલ.બાળકો ને અને મોટા ને બધા ને પાવભાજી તો બહુ જ ભાવે છે. એમાં પણ મુંબઈ ની પાવભાજી ....પછી તો પૂછવાનું j નહિ હે ને....પાવભાજી આ રીતે બનાવીએ તો એકદમ જ હેલ્થી બને છે અને સાથે સાથે ટેસ્ટી પણ એટલી જ બને છે.એક વખત આ style થી બનાવશો ,પછી બીજી નહિ ભાવે. ટેક્સચર અને કલર પણ એકદમ રેસ્ટોરન્ટ જેવા જ.તો ચાલો.... Hema Kamdar -
પાવભાજી(Pavbhaji recipe in gujarati
સૌની પ્રિય....પણ બધા ની બનાવવા ની રીત અલગ... બધા શાકભાજી સાથે પણ બને ને અમુક શાક સાથે પણ બને....મારૂ પણ એવું જ છે. મને પાવભાજી માં રીંગણ બિલકુલ ન ભાવે...ને રેગ્યુલર ઘર માં બનાવતી વખતે તેલ પણ ઓછું વાપરવું ગમે. KALPA -
-
-
-
પાવભાજી (Pav bhaji recipe in Gujarati)
#childhoodબાળપણ માં મારી પસંદીદા અને હજુ પણ એટલી જ પ્રિય એવી પાવભાજી ની રેસિપી જે હું આજે અહી શેર કરું છું એ મારું ક્રીએશન છે...હું આ રીતે કાયમ થી બનાવું છું એકદમ ટેસ્ટી બને છે અને મારા ઘર માં બધા ને ભાવે છે....Sonal Gaurav Suthar
-
મુંબઈ પાવભાજી
મુંબઈપાવભાજી#RB2 #Week2#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#મુંબઈ_સ્પેશિયલ #પાવભાજી #સ્ટ્રીટફૂડ #પાઉંભાજીમુંબઈ પાવભાજી -- મારા પતિ ને ડેડીકેટ કરુંછું . તેમને ખૂબ જ પસંદ છે . ઘરમાં પણ બધાં ને ખૂબજ ભાવે છે . Manisha Sampat -
-
પાવભાજી બોમ્બે સ્ટાઇલ (Pavbhaji Bombay Style Recipe In Gujarati)
#Disha#cookpadindia#cookpadgujaratiમેં દિશા મેમની રેસીપી ફોલો કરીને પાવભાજી બનાવી છે અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે. મેં તેમાં થોડું ટ્વિસ્ટ પણ કરયુ છે. Unnati Desai -
પાવભાજી (Paubhaji Recipe In Gujarati)
#વેસ્ટઆજે હું તમને મુંબઇ નાં ફેમસ પાવભાજી ની રેસિપી શેર કરવાની છું.પાવભાજી મારી ફેવરિટ છે જ્યારે જ્યારે પણ મુંબઇ જાવ ત્યારે સ્યોરલિ જેટલા દીવસ ત્યાં હોઇ એટલા દીવસ ડેઇલી પાવભાજી ખાવા તો જવ જ છું. Avani Parmar -
-
-
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#GA4 #Week24 #cauliflower પાવભાજી માં ફ્લાવર મુખ્ય ઘટક ગણાય છે શિયાળા માં વિવિધ શાકભાજી મળી રહે છે માટે આજે ગોલ્ડન એપ્રોન વીક 24 માટે મેં પાવભાજી બનાવી છે. Minaxi Rohit -
More Recipes
ટિપ્પણીઓ