સમોસા (samosa recipe in Gujarati)

Bhagyashree Yash
Bhagyashree Yash @Yashshree_91291

#તીખી
વિકમીલ૧
માઇઇબુક

સમોસા (samosa recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#તીખી
વિકમીલ૧
માઇઇબુક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ થી દોઢ કલાક
૪ થી ૫ વ્યક્તિ
  1. ૫૦૦ ગ્રામ મેંદાનો લોટ
  2. ૧ ચમચીઅજમો
  3. મીઠું સ્વાદ મુજબ
  4. ઘી તેલ (મોણ માટે)
  5. ગ્રામબટેટા ૫૦૦
  6. ટુકડોઆદુ નો
  7. લીલાં મરચાં ૪ સમરેલા
  8. કોથમીર
  9. ૧ (૧/૨ ચમચી)મરી પાઉડર
  10. ૧ ચમચીગરમ મસાલો
  11. ચપટીહળદર
  12. ૩ ચમચીમરચું
  13. મીઠુ સ્વાદ મુજબ
  14. લીંબુનો રસ
  15. ૧ ચમચીખાંડ
  16. આખા ધાણા(મેં ધાણાજીરું નાખેલ છે.)
  17. ૨ ચમચીકાચી વરિયાળી
  18. ૩-૪મીઠા લીમડાના પાન
  19. તળવા માટે તેલ
  20. ચાટ બનાવવા માટે :
  21. લીલી ચટણી
  22. લસણની ચટણી
  23. મીઠી ચટણી
  24. ઝીણી સેવ
  25. ડુંગળી ઝીણી સમારેલી

રાંધવાની સૂચનાઓ

૧ થી દોઢ કલાક
  1. 1

    પડ માટે : સૌપ્રથમ મેંદાના લોટમાં મીઠું, અજમો,તેલ,ઘી બંને ગરમ કરીને મુઠ્ઠી પડતું મોણ નાખવું.પાણીથી લોટ બાંધવો, પરોઠાના લોટ કરતા સહેજ વધારે કઠણ રાખવો.ઢાંકીને. મૂકી દેવો.

  2. 2

    સ્ટફિંગ માટે : બાફેલા બટેટા મા મરચા,આદુ અને કોથમીર ની પેસ્ટ નાખવી,મીઠું સ્વાદ મુજબ, આખા ધાણા,કાચી વરિયાળી,મરચું,ગરમ મસાલો,હળદર બધા મસાલા ઉમેરવા.

  3. 3

    બટેટા ૨ થી ૩ કલાક પહેલા બાફી લેવા,જેથી મસાલો એકદમ સુકો થઈ જાય,તેમાં બધા મસાલા સ્વાદ મુજબ ઉમેરી સ્ટફિંગ બનાવવું.

  4. 4

    જે લોટ બાંધેલો છે, તેમાંથી પૂરી વણવી,વચેથી કટ કરી એક ભાગ હાથમાં લઈ ફોટામાં બતાવેલ છે, એ પ્રમાણે વાળવો,અંદર મસાલો ભરી કિનારી પેક કરતી જવું.

  5. 5

    તેલ એકદમ ગરમ થવા દેવાનું નથી,સાવ ગેસની આંચ ધીમી રાખીને જ સમોસા તળવાના છે.એકદમ ક્રિસ્પી થઈ જાય પછી બહાર કાઢી લેવા,તમે સમોસા ના પીસ કરી ઉપર લીલી,લસણની,અને મીઠી ચટણી,સેવ,ડુંગળી નાખી મસ્ત ચાટ બનાવી શકો છો, જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે......

  6. 6

    ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો:૧.લોટમાં મુઠ્ઠી પડતું મોણ નાખશો તો જ પડ સરસ ક્રિસ્પી થશે.૨.ખાસ સમોસા તળવામાં ધ્યાન રાખવાનું છે.૩.તેલ એકદમ ગરમ થઇ ગયેલ ન હોવું જોઈએ,ગેસની આંચ ધીમી,રાખી ધીરજથી સમોસા તળવાના છે, તો જ સમોસા અમુક કલાક પછી પણ ક્રિસ્પી રહેશે.આ ૨ થી ૩ બાબત ધ્યાનમાં રાખવાથી સમોસા ખૂબ જ સરસ બનશે.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhagyashree Yash
Bhagyashree Yash @Yashshree_91291
પર
હું એક ગૃહિણી છું..નવી નવી રસોઈ બનાવવી અને ઘરના સભ્યો ને ખવડાવવી મને ખૂબ જ પસંદ છે..
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes