મિકસ વેજ સબ્જી(mix veg.sabji recipe in Gujarati)

Bijal Preyas Desai
Bijal Preyas Desai @Bijal2112
palsana surat

#માઇઇબુક
#પોસ્ટ૯
#વિકમીલ૧
#સ્પાઇસી/તીખી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
૩-૪ લોકો
  1. ૨ ચમચીતેલ
  2. ૧ ચમચીજીરું
  3. 1 નંગતમાલપત્ર
  4. ૨-૩ લવિંગ
  5. ૨-૩ મરી
  6. નાનો ટુકડો તજ
  7. ૧ નંગબાદીયા
  8. મોટી ઇલાયચી
  9. ૩-૪ નંગ ટામેટા પ્યુરી
  10. ૨ ચમચીલસણ ની પેસ્ટ
  11. ૨ ચમચીઆદુ ની પેસ્ટ
  12. ૧ નંગમરચું(સમારેલું)
  13. ૧ ચમચીહળદર
  14. ૨ ચમચીકાશ્મીરી લાલ મરચું
  15. ૧ ચમચીઘાણા જીરું
  16. ૧ ચમચીગરમ મસાલો
  17. ૧ ચમચીકસુરી મેથી
  18. મીઠું સ્વાદ અનુસાર
  19. ૩-૪ નંગ કાંદા નીપેસ્ટ
  20. ૧ વાટકીકોથમીર
  21. ૧ વાટકીગાજર
  22. ૧ વાટકીફણસી
  23. ૧ વાટકીવટાણા
  24. ૧ વાટકીફલાવર
  25. ૧ વાટકીબટાકા
  26. ૧૦૦ ગ્રામ પનીર

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    પુવઁ તૈયારી:- સૌ પ્રથમ કાંદા ને ઊભા સમારી પારદર્શક થાય તેવા તળી લો. હવે ઠંડા પડે પછી પેસ્ટ બનાવી લો.તેમજ બટાકા, ફલાવર, પનીર ને પણ તળી લો.વટાણા, ગાજર,ફણસી ને કાચા રાખવા.

  2. 2

    હવે એક પેન માં તેલ લો ગરમ થાય એટલે તેમાં જીરું,આખા મરચાં, તેમજ ખડા મસાલા નાંખો. તેમજ આદુ-લસણ ની પેસ્ટ નાંખી મિક્ષ કરો.

  3. 3

    હવે હળદર, ઘાણાજીરું, ગરમમસાલો,મરચું,કસુરી મેથી,કાશ્મીરી લાલ મરચું,મીઠું નાંખી મિક્ષ કરો. તેમજ તેલ છુટ્ટું પડે ત્યાં સુધી થવા દો.હવે કાંદા ની પ્યુરી નાંખો.

  4. 4

    હવે મિક્ષ કરી કાચા શાકભાજી(વટાણા,ગાજર,ફણસી)નાંખી મિક્ષ કરો. ૩-૪ મિનિટ થવા દો જેથી શાકભાજી સરસ ચડી જાય.

  5. 5

    હવે તળેલા શાકભાજી(બટાકા,ફલાવર,પનીર) નાંખી મિક્ષ કરો. ૪-૫ મિનિટ થવા દો. કોથમીર નાંખી ગરમગરમ પરાઠા, રોટલી, કે નાન સાથે સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bijal Preyas Desai
પર
palsana surat

Similar Recipes