કરકરી ભાખરી પિઝા=(karkari bhakhri pizza in Gujarati)

nikita rupareliya
nikita rupareliya @cookniki1107
India - Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
૩-૪ લોકો
  1. ૧ કપઘઉંનો ઝીણો લોટ
  2. ૧ કપઘઉંનો કરકરો લોટ
  3. ૧ ટેબલસ્પૂનચીલી ફ્લેક્સ
  4. ૧ ટેબલસ્પૂનઓરેગાનો
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. ૨-૩ ચમચી તેલ મોણ માટે
  7. ૧ કપબાફેલી મકાઈ
  8. ૧ કપમોટી સમારેલી ડુંગળી
  9. ૧ કપલીલા કેપ્સિકમ મરચાં
  10. ૧ કપલાલ કેપસીકમ મરચા
  11. ૧ કપપીળા કેપ્સીકમ મરચા
  12. ૧ કપસમારેલી કોબીજ
  13. ૧ કપલાંબા સમારેલા ગાજર
  14. ૩-૪ ટેબલસ્પૂન બટર
  15. પિઝા સોસ બનાવવા માટે :-
  16. ૨-૩ ટેબલસ્પૂન તેલ
  17. ૩-૪ નંગ ટામેટા
  18. ૭-૮ મોટી લસણની કળી
  19. ૧ ટેબલસ્પૂનઓરેગાનો
  20. ૧ ટેબલસ્પૂનચીલી ફ્લેક્સ
  21. ૨ ટેબલસ્પૂનટોમેટો કેચઅપ
  22. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ઘઉં ના બંને લોટ લઈ તેમાં મીઠું, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, તેલ નાખી બરાબર રીતે બધું મિક્સ કરી લેવું.

  2. 2

    જરૂર મુજબનું પાણી નાખી ભાખરી જેવો લોટ બાંધી લો. ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળી, લસણ ઉમેરીને બરાબર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો. પછી તેમાં ફાડા કરેલા ટામેટાં એકદમ પોચા થઈ ને તેમાં થી રસ છૂટે ‌ ત્યાં સુધી સાંતળો.

  3. 3

    હવે બેટર ને ઠંડુ થવા દો. એ ઠંડુ થાય એટલે તેને એક જાર માં લઇ તેની પેસ્ટ બનાવી લો. તૈયાર છે પિઝા સોસ.

  4. 4

    હવે એક લુઓ ‌લઈ તેને પાતળી ભાખરી ની જેમ વણી લેવી અને તેમાં કાપા પાડી લો જેથી તે ફૂલે નહીં. હવે એક નોન સ્ટિક લોઢી ગરમ કરવા મૂકો, તે ગરમ થાય એટલે તેમાં બટર નાંખીને ભાખરી ને અતકચરી‌ શેકો.

  5. 5

    શેકાય એટલે એક બાજુ પીઝા સોસ લગાવી તેનાં પર બધા વેજીટેબલ્સ પાથરી ને ચીઝ ભભરાવો અને ૫-૭ મીનીટ માટે તેને કુક થવા દો. તો તૈયાર છે કરકરી ભાખરી પિઝા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
nikita rupareliya
nikita rupareliya @cookniki1107
પર
India - Ahmedabad

Similar Recipes