શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 1/3 કપચણાનો લોટ (બેસન)
  2. 1/4તેલ
  3. 2લીલાં મરચાં
  4. 2બટાકા (મોટાં ટૂકડા કરવા)
  5. 1ટામેટું (ઝીણુ સમારેલુ)
  6. 8-10લીમડીના પાન
  7. 5-6કુકમ
  8. 1-1/2 ચમચીલાલ મરચું
  9. મીઠું સ્વાદ મુજબ
  10. 8-10મેથી ના દાણા
  11. 1 ચમચીકોથમીર ગાર્નિશ કરવાં માટે
  12. 2 ગ્લાસપાણી
  13. ઉપરથી વઘાર માટે
  14. 3 ચમચીતેલ
  15. 1/2 ચમચીજીરું
  16. ચપટીહીંગ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ટામેટું,મરચાં અને બટાકા સમારી લો.હવે એક પેન માં તેલ ગરમ કરો.તેલ માં બેસન અને મેથી દાણા ઉમેરી મિક્સ કરી લોટને શેકવા દો.ગેસ સ્લો ફાસ્ટ કરતાં રહેવું.

  2. 2

    લોટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેક્વો.હવે લાલ મરચું ઉમેરી મિક્સ કરી એકદમ રસો થાય એટલું પાણી ઉમેરી (લગભગ 2 ગ્લાસ જેટલું પાણી) સતત હલાવી લો.હવે કાપેલાં શાકભાજી, મીઠું, લીમડીના પાન અને કોકમ ઉમેરો.કઢીને ઉભરો આવે પછી ગેસ સ્લો કરી દેવું.

  3. 3

    હવે ઉપરથી વઘાર કરવાં માટે વઘારિયામાં તેલ ગરમ કરી જીરું અને હીંગ ઉમેરી કઢી ઉપર રેડી દેવું અને ગેસ સ્લો કરી 15-20 મિનિટ કઢીને થવાં દો જેથી બટાકા ચડી જાય.હવે બટાકાનો ટૂકડો કાઢી ચેક કરી લેવું.બટાકા નરમ થાય પછી ઉપર થી કોથમીર ગાર્નિશ કરી ભાત સાથે સર્વ કરો.

  4. 4

    તૈયાર છે થોડી ખાટી અને તીખી સિન્ધી કઢી.કઢી ને ગરમા ગરમ ભાત સાથે સર્વ કરો.🥣🍚

  5. 5

    આ કઢી મા વટાણા,ફુલેવર,ભીંડા (ફ્રાય કરવાં),રીંગણ,ટીંડોડા,સરગવાની સીંગ અને ગુવાર પણ ઉમેરી શકાય છે.મારે ત્યાં નથી ખાતાં એટલે નથી ઉમેર્યા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal Khatwani
Komal Khatwani @komal_1313
પર
Navsari , Gujarat
cooking is my fvrt hobby & i love to cook different dishes for my lovely family.
વધુ વાંચો

Similar Recipes