કઢી સુરત સ્પેશ્યલ વિન્ટર વાનગી (Kadhi Surat Special Winter Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

સુરત નું ઊંધયું, પોંક, નાનખટાઈ, ઘારી, લોચો, ગોટાળો અને જમણ માટે પ્રખ્યાત છે. સુરત જઇએ અને આમાં ની એક પણ વાનગી ખાધા વગર ચાલે જ નહી.અને એમાં પણ સુરત ની સ્પેશ્યલ વિન્ટર કઢી તો બધા ગુજરાતી ઓ ના મોઢાં માં સ્વાદ રહીં જાય એવો છે. એવી જ કઢી મેં બનાવાની ટ્રાય કરી છે.
Cooksnap @cook_19344314

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનીટ
2  સર્વ
  1. 11/2 કપદહીં
  2. 2 ટે સ્પૂનબેસન
  3. 2 કપપાણી
  4. 1 ટી સ્પૂનઆદુ-મરચાં ની પેસ્ટ
  5. 1 1/2 ટે સ્પૂનસાંકર
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 1/4 કપફ્રેશ તુવેર ના દાણા (સોડા નાંખી ને બાફેલા)
  8. 2 ટે સ્પૂનકઢી નો મસાલો
  9. વઘાર માટે : 1 1/2 ટે સ્પૂન ઘી
  10. 1 ટી સ્પૂનજીરું
  11. 1/2 ટી સ્પૂનમેથી ના દાણા
  12. 6-7લવિંગ
  13. 2તજ
  14. 1/2 ટી સ્પૂનહીંગ
  15. 10-12લીમડાનાં પાન
  16. 2સુકા લાલ મરચાં
  17. ગાર્નિશ કરવા માટે -- લીલું લસણ

રાંધવાની સૂચનાઓ

25 મિનીટ
  1. 1

    એક સોસપેન માં દહીં અને બેસન ને મિક્સ કરી, પાણી નાંખી સરખું એકરસ કરવું. અંદર આદુ-મરચા ની પેસ્ટ અને મીઠું નાંખી ઉકળવા મુકવી.બાફેલા તુવેર ના દાણા નાંખી ને સરસ ઉકાળવી.

  2. 2

    વઘાર : વઘારીયા માં ઘી ગરમ કરી અંદર જીરું, તજ, લવિંગ, મેથી ના દાણા, લીમડા ના પાન, સુકા લાલ મરચાં અને હિંગ નાખી આ વઘાર ઉકળતી કઢી માં રેડવો. વઘાર કઢી માં મિક્સ કરી, લીલા લસણ થી ગાર્નિશ કરી સર્વ કરવી.

લિન્ક્ડ રેસિપિસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes