પીળા ઢોકળા(yellow dhokla recipe in Gujarati)

Savani Swati
Savani Swati @cook_19763958
અમદાવાદ

#માઇઇબુક
#સ્પાઈસી/તીખી
#વિકમીલ1
#પોસ્ટ 8

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 કે 4 વ્યક્તિ
  1. ઢોકળા નો દડાવેલો તૈયાર લોટ(3 મોટી વાટકી)
  2. 3 વાટકીછાસ/દહીં
  3. 1/2 ચમચીપલાળેલી મેથી
  4. 1/2 ચમચીપલાળેલી ચણા ની દાળ
  5. 1/2ખાવાનો સોડા
  6. 1 મોટી ચમચીઆદુ,મરચાં, અને લસણ ની પેસ્ટ
  7. સ્વાદાનુસાર મીઠું
  8. 1/2હળદર
  9. 1/2લાલ મરચું પાઉડર
  10. જરૂર પડે તો પલાળવા માટે પાણી
  11. વઘાર માટે:-
  12. 1/2રાઈ
  13. 1/2તલ
  14. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઢોકળા ના લોટમાં છાસ નાખી અને પલાળવા માં જ હળદર નાખીને 4 થી 5 કલાક આથો લાવવાં તડકે કે ગરમ જગ્યા પર મૂકી દો.

  2. 2

    અને એક વાટકી માં ચણા ની દાળ અને મેથી પાલડી દો.

  3. 3

    હવે આથો આવી ગયા બાદ બધા મસાલા કરો.અને પલાળેલા ચણા અને મેથી પણ નાખી દો.અને સોડા નાખી અને વઘારીયા માં તેલ મૂકી રાઈ અને તલ નો નો વઘાર કરીને ખીરા માં ઉમેરો.

  4. 4

    ઉતારતી વખતે ખીરા માં સોડા નાખી,ઢોકડીયા માં પાણી નાખી,ઢોકળા ની ડિશ માં તેલ ચોપડી ઢોકળા ની થાળી મુકો અને લાલ મરચું ભભરાવો.

  5. 5

    થોડી વાર બાદ ચપ્પુ ની મદદ થી ચેક કરી ઢોકળા થઈ ગયા હોય તો ચપ્પુ થી કાપા પાડીને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Savani Swati
Savani Swati @cook_19763958
પર
અમદાવાદ
cooking is my favourite hobby.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes