ગુજરાતી ઢોકળા

Hemali Rindani
Hemali Rindani @hemali_2073

#ટ્રેડિગ
આમ જોવા જઇયે તો ઢોકળા નામ આવે એટલે એ વ્યક્તિ ગુજરાતી જ હશે પણ હવે આપડા ગુજરાતી ઢોકળા બધે જ પ્રખ્યાત છે મારા ઘરમાં તો ઢોકળા અતિ પ્રિય છે અને કાંઈક નવા જ કોમ્બિનશન સાથે ખવાય રાબ અને ઢોકળા છે ને નવું ... તો ચાલો

ગુજરાતી ઢોકળા

#ટ્રેડિગ
આમ જોવા જઇયે તો ઢોકળા નામ આવે એટલે એ વ્યક્તિ ગુજરાતી જ હશે પણ હવે આપડા ગુજરાતી ઢોકળા બધે જ પ્રખ્યાત છે મારા ઘરમાં તો ઢોકળા અતિ પ્રિય છે અને કાંઈક નવા જ કોમ્બિનશન સાથે ખવાય રાબ અને ઢોકળા છે ને નવું ... તો ચાલો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
3 વ્યક્તિ
  1. 500 ગ્રામઢોકળા /હાંડવા નો લોટ
  2. લોટ માટે:-
  3. 250 ગ્રામચોખા
  4. 150 ગ્રામચણા ની દાળ
  5. 100 ગ્રામતુવેર અને અડદ ની દાળ
  6. આદુ મરચા ની પેસ્ટ
  7. મીઠુ સ્વાદ મુજબ
  8. 1 ચમચીખાવાનો સોડા
  9. ચપટીહળદર
  10. 1 ચમચીલાલમરચું
  11. 1 નાની ચમચીપલાળેલી ચણાની દાળ
  12. સર્વિંગ માટે
  13. લસણ ની ચટણી રાજકોટ ની તીખી ચટણી
  14. કાચું તલ નું તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ ચોખા ને ધોઈ તડકે સુકવી દેવા પછી ચોખા અને બધી દાળ મિક્સ કરી તેનો કરકરો લોટ દળવો

  2. 2

    હવે આ લોટ માં 1 ચમચી દહીં નાખી સાધારણ ગરમ પાણી થિ લોટ આથી દેવો તેને 7-8 કલાક રેહવા દેવો

  3. 3

    હવે લોટ માં પલાળેલી ચણા ની દાળ મીઠુ આદુ મરચા ની પેસ્ટ હળદર નાખી બરાબર મિક્સ કરવું પછી તેમાં ખાવા નો સોડા નાખી તેની પર થોડુ પાણી નાખી લોટ ને ખૂબ હલાવવો (પલાળેલી દાળ નાખવાથી ચાવવા માં આવે તયારે ઢોકળા માં મજા આવે છે)

  4. 4

    હવે ઢૉકળીયા માં પાની મુકી ઢોકળા ની થાળી ખીરું રેડી ઉપર મરચું ભભરાવી વરાળે 10 મિનીટ બાફવા મુકવી બફાઈ જાય પછી 2 મિનીટ ઠંડા થઈ જાય એટલે કટ કરી લસણ અને લીલી ચટણી સાથે સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemali Rindani
Hemali Rindani @hemali_2073
પર

ટિપ્પણીઓ

Similar Recipes