ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ ૧/૨ કલાક
6લોકો માટે
  1. ૩ વાટકીઢોકળા નો લોટ(૧વાટકી ચોખા,૨વાટકી ચણા ની દાળ)
  2. ૨ વાટકીખાટી છાસ કે દહીં
  3. ૧ ચમચીસેકેલો અજમો કે અજમાના લીલા પાન
  4. લીંબુ નો રસ
  5. ૨ ચમચીખાંડ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. ચમચા તેલ
  8. જરૂર પડે તો ઇનો
  9. ૧ ચમચીહિંગ
  10. ૧ ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

૧ ૧/૨ કલાક
  1. 1

    રાત્રે ઢોકળાં ના લોટ ને ખાટી છાસ કે દહીં નાખી હલાવી ને ઢાંકી રહેવા દેવું. બતાવ્યા મુજબ નું ઢીલું રાખવું.

  2. 2

    બીજે દિવસે સવારે આથી આવી ગયો હસે હવે સવારે કે સાંજે ઢોકળા બનવતા પહેલા,આ મિશ્રણ માં મસાલો કરવો.

  3. 3

    મિશ્રણ માં તેલ, હળદર,હિંગ,મીઠું,ખાંડ,અજમાના પાન કે સેકેલો અજમો નાખી ખૂબ હલાવવું.

  4. 4

    હવે ઢોકળાં ના વાસણ માં ૨ ગ્લાસ પાણી નાખી ગરમ કરવા મૂકો

  5. 5

    ઢોકળા ની થાળી ને તેલ લગાવી.મિશ્રણ પાથરો. જોયતી સાઈઝ જેટલું જાડા કે પાતળા કરવા હોય તે મુજબ ખીરું નાખી.ગરમ કરવા મૂકો

  6. 6

    ૧૦મિનિટ બાદ ઢાંકણ ખોલી.ચાપુ થી બતાવ્યા મુજબ ચેક કરો.જો ખીરું ચપુ ને ના ચોંટે એટલે ઢોકળાં તૈયાર

  7. 7

    કાપા પાડી...હળવે થી કાઢો.

  8. 8

    બીજી થાળી માં ખીરું પાથર્યા બાદ ઉપર લાલ મરચું ભભરાઓ પછી ગરમ કરવા મૂકો

  9. 9

    બાઉલ કે પ્લેટ મા લીલી ચટણી કે ટામેટા સોસ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sushma vyas
Sushma vyas @sushfood
પર
Mombasa, કેન્યા
હું વેસ્ટર્ન અને ભારતીય રસોઈ ખૂબ સ્વાદિષ્ટ બનવું છું અને રસોઈ હરીફાઈ માં ભાગ લેવાની શોખીન છું.સ્વાદ ને માણવા ને પરખવા નો શોખ છે.
વધુ વાંચો

Similar Recipes