રાંધવાની સૂચનાઓ
- 1
એક વાટકી અડદની દાળ અને ૩ વાટકી ચોખા એ પ્રમાણે માપ લઈ ઢોકળાનો લોટ દળાવવો. એક તપેલીમાં ૨ વાટકી ઢોકળા નો લોટ લો.
- 2
તેમાં પાણી નાખીને લોટ પલાળવો. પછી તેને પાંચથી છ કલાક રેસ્ટ આપો.
- 3
કોથમીરને ધોઈ ને નીતારીને અને લીલુ મરચું સમારી તેમાં ચપટી મીઠું નાખી મિક્સરમાં ક્રશ કરો. તેની પેસ્ટ બનાવો.
- 4
હવે ઢોકળા ના લોટ ના ત્રણ ભાગ પડે એ રીતે એક તપેલીમાં બે ભાગ અને એક તપેલીમાં એક ભાગ રાખો.
- 5
એક ભાગ વાળી તપેલીમાં લીલી ચટણી મિક્સ કરો.
- 6
ઢોકળાની થાળીને તેલથી ગ્રીસ કરો.
- 7
એક મોટા તપેલામાં પાણી મૂકી તેમાં કાંઠલો મૂકી થાળી ને ગરમ કરવા મૂકો.
- 8
હવે સફેદ ખીરામાં મીઠું અને સોડા નાખી હલાવી અડધું ખીરું થાળીમાં રેડો. પછી તેને ઢાંકીને દસ મિનિટ માટે થવા દો.
- 9
તે થઈ જાય પછી લીલા ખીરામાં મીઠું અને સોડા નાખી સફેદ ઢોકળાની થાળીમાં ખીરું રેડો. પછી તેને ઢાંકીને દસ મિનિટ થવા દો..
- 10
પછી તે થઈ જાય પછી બાકી બચેલું સફેદ ખીરું લીલા ઢોકળાની ઉપર રેડો. પછી તેને ઢાંકીને દસ મિનિટ થવા દો. થઈ જાય પછી તેને ઉતારીને ઠંડુ થાય પછી પીસ કરો.
- 11
હવે વઘાર માટે વઘારીયા માં તેલ લો. તેલ થઈ જાય પછી તેમાં રાઈ અને તલ નાંખો.
- 12
પછી તે વઘાર ની થાળી ઉપર ચમચીથી નાખો.
- 13
પછી તેને સર્વિંગ પ્લેટમાં લઇ લીલી ચટણી અને કેચપ સાથે સર્વ કરો. તૈયાર છે સેન્ડવીચ ઢોકળા.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગ્રિલ ટોસ્ટે સ્ટફ્ડ ઢોકળા સેન્ડવીચ
#ઇબુક#Day 3સફેદ ઢોકળા એક લોકપ્રિય સ્વાદિષ્ટ વાનગી છે.નવી નવીનતમ વાનગી..ગ્રિલ ટોસ્ટે સ્ટફ્ડ ઢોકળા સેન્ડવીચ.... સફેદ ઢોકળા ની સ્લાઈસ બ્રેડ ની જેમ કાપી ને નારીયેળ-ફુદીના-કોથમીર- ટામેટા નું સ્ટફિંગ ભરી ને ગ્રિલ કરીને બનાવવામાં આવ્યા છે. Jasmin Motta _ #BeingMotta -
-
-
પોડી સેન્ડવીચ ઢોકળા (Podi Sandwich Dhokla Recipe In Gujarati)
#ChoosetoCook મને વિવિધ પ્રકારના ઢોકળા બનાવવાનો શોખ છે. મારી પુત્રવધૂ અને એની ઓફિસ માં બધાને ઢોકળા ખૂબ ભાવે છે. તો આજે મે એમના માટે સ્વાદિષ્ટ અને સરળતાથી બને એવા પોડી ઢોકળા બનાવ્યા છે. Dipika Bhalla -
-
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#DTR#TROઢોકળા , ગુજરાતીઓ નું અતિશય ભાવતું અને પ્રિય ફરસાણ છે. એમાં પણ ગુજરાતીઓ વિવિધ પ્રકારના ઢોકળા બનાવવા માટે અગ્રેસર છે. આવી જ અહિંયા મેં એક જુદી વેરાઇટી ના ઢોકળા મુક્યા છે , જે તમને ચોક્કસ ગમશે .દિવાળી માં જમવામાં મહેમાન આવવાના હોય, ત્યારે 1 સ્ટિમડ ફરસાણ અને 1 તળેલું ફરસાણ બનાવાનો રિવાજ છે અને એમાં બધા ની પસંદ ઢોકળા ઉપર વધારે ઉતરે છે.Cooksnap@julidave Bina Samir Telivala -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
ઢોકળા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે આજે સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB5#week5#TC chef Nidhi Bole -
-
-
-
-
-
-
-
-
-
-
મલાઈ ઢોકળા
#ટ્રેડિશનલપરંપરાગત ગુજરાતી ગરમ નાસ્તો...ખાટા ઢોકળા ના ખીરા માં મલાઈ નું મોણ નાખી ને બનાવેલ છે.. સ્વાદિષ્ટ... મલાઈ ઢોકળા. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
-
ચોળાના ઢોકળા (Black Eyed Pea Dhokla Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiચોળાના ઢોકળા Ketki Dave -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#LSRલગ્ન સ્ટાઈલ રેસિપી લગ્ન પ્રસંગ નો જમણવાર સેન્ડવીચ ઢોકળા વગર અધૂરો ગણાય...અવનવા ફરસાણ અને સાઈડ ડીશ બને પરંતુ આ વાનગી તો સૌની ફેવરિટ અને તેનો ઉપાડ સૌથી વધારે થાય...તો ચાલો આ વાનગીની મોજ માણીયે ને બનાવીએ સ્વાદિષ્ટ અને હેલ્થી સેન્ડવીચ ઢોકળા...👍👍 Sudha Banjara Vasani -
-
લસણીયા સેન્ડવીચ ઢોકળાં (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati)
#DRC#Dhokla#Besan#Soji#Lasan#cookpadgujarati#cookpadindiaઢોકળાં એ ગુજરાતી ઓ નું ભાવતું ફરસાણ છે તેને નાસ્તા માં અને મેઈન વાનગી તરીકે પણ ખવાય છે. અલગ અલગ પ્રકાર ના ઢોકળા બને છે મેં આજે લાસણીયા સેન્ડવીચ ઢોકળા બનાવ્યા જે ટેસ્ટ માં ખૂબ જ સરસ છે ટેસ્ટી ટેસ્ટી તમને પણ જોઈ ને મોઢા માં પાણી આવી જશે તો રેસિપી તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
ખમણ (Khaman Recipe In Gujarati)
#LB#cookpadindia#Cookpadgujaratiખમણ માઇક્રોવેવ મા ખમણ બનાવવા એટલા સરળ થઈ ગયા છે... ઇવન ઘરે મહેમાન આવે તો ૨ મીનીટ તૈયાર કરવામા & ૩ મીનીટ માઇક્રોવેવ..... બાળકોને લંચબોક્ષ માટે ૧ સારુ ઓપ્શન છે Ketki Dave -
More Recipes
ટિપ્પણીઓ (2)