સ્પાઈસી પનીર ભુરજી

Chandravali Bijlani
Chandravali Bijlani @cook_24010891

સ્પાઈસી પનીર ભુરજી

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20થી 25 મિનિટ
છ જણા માટે
  1. પનીર બનાવવા માટે એક લીટર દૂધમાં 1 લીંબુ નીચોવી દૂધ ફાટી જાય એટલે તેને ગરણી મા ગાડી તેમાંથી પનીર બનાવવું
  2. પાંચથી છ મોટા કાંદા
  3. 2ટામેટાં
  4. 1કેપ્સિકમ
  5. વઘાર માટે જીરુ, તજ નાનો ટુકડો,
  6. ત્રણથી ચાર લવિંગ, 1 તમાલપત્ર
  7. એક‌ વઘાર નું મરચું
  8. તેલ ૨ મોટા ચમચા, મીઠું સ્વાદ અનુસાર
  9. લાલ મરચું, હળદર, ધાણાજીરૂ, ગરમ મસાલો
  10. સજાવવા માટે ઝીણી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

20થી 25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ૧ લીટર દૂધ માંથી પનીર બનાવવું

  2. 2

    એક કડાઈમાં ચારથી પાંચ ચમચા તેલ મૂકવું. તેમાં 1/2ચમચી જીરૂ, નાનો ટુકડો તજ, લવિંગ, તમાલ પત્ર, વઘારનું મરચું નાખી હલાવવું

  3. 3

    હવે તેમાં કાંદા નાખી મીડીયમ તાપ પર સાંતળવા, કાંદાને થોડા ચડી જવા દેવા, ત્યારબાદ તેમાં 1 ઝીણું સમારેલું કેપ્સિકમ ઉમેરો,

  4. 4

    હવે તેમાં ઝીણા સમારેલા ટામેટાં ઉમેરવા. ટામેટાં થોડા નરમ થાય ત્યાં સુધી ચડવા દેવું. ત્યારબાદ તેમાં બધા સુકા મસાલા લાલ મરચું હળદર ધાણાજીરૂ ગરમ મસાલો ઉમેરી એકસરખું હલાવવું

  5. 5

    હવે તેમાં પનીરને ખમણી ને ઉમેરો અને એક સરખું હલાવવું

  6. 6

    તો ચાલો આપણૂ તીખુ અને ચટપટુ પનીર ભુરજી તૈયાર છે ઝીણી સમારેલી કોથમીર નાખી તેને સમજાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chandravali Bijlani
Chandravali Bijlani @cook_24010891
પર

Similar Recipes