શેર કરો

ઘટકો

૨ કલાક
૪ વ્યકિત માટે
  1. 3પેકેટ બ્રેડ
  2. 2 કિલોબટાકા
  3. 3પણી પુદીનો
  4. 1મોટો કટકો આદુ
  5. ૮ નંગલીલા મરચા
  6. ૬ નંગબ્રેડ ક્રમ્બ
  7. ૩ ચમચીલાલ મરચું
  8. ૬ ચમચીખાંડ
  9. 4 ચમચીનમક
  10. દોઢ ફાડું લીંબુ
  11. ૩ ચમચીધાણાજીરૂ
  12. 1પાણી કોથમીર
  13. ૨ ચમચીગરમ મસાલો
  14. તળવા માટે તેલ
  15. દોવણ માટે
  16. 3મોટા વાટકા ઘઉંનો લોટ
  17. 1વાટકો મેંદાનો લોટ
  18. 1/2વાટકી તપકીર નો લોટ
  19. ૩ ચમચીનમક
  20. ૧ ચમચીગરમ મસાલો
  21. 1મુઠ્ઠી ધાણાભાજી

રાંધવાની સૂચનાઓ

૨ કલાક
  1. 1

    સૌ પ્રથમ બટાકાને બાફી છાલ ઉતારી અને તેનો છૂંદો કરી લો ત્યારબાદ ફુદીના ના પાનને સ્વચ્છ પાણીથી ધોઈ અને એક બાજુ મૂકી દો ત્યારબાદ આદુ અને લીલા મરચાં નાના-નાના ટુકડા કરી લો

  2. 2

    ત્યારબાદ ફુદીનો આદું અને મરચાં વગેરેને નાનું નાનું સમારી અને મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લો પછી તે મિશ્રણને એક તપેલીમાં કાઢી લો તેમાં થોડો રસ થયો હશે તે રસ ને એક આછા કપડાથી ગાળી લો

  3. 3

    રસ નીકળી જવાથી ફુદીનો આદું અને મરચાની પેસ્ટ ડ્રાય થઇ જાશે જેથી કરીને બટાકાનો માવો ચીકણો નહીં થાય હવે રસ ને એક બાજુ સાઈડમાં રાખી દો

  4. 4

    ત્યારબાદ દોવણ ની તૈયારી કરો પકોડા કરવા હોય તેની ચાર કલાક પહેલા ડોવણ તૈયાર કરી લેવું જેમાં માપ પ્રમાણે બધા લોટ લઇ એમાં માપ પ્રમાણે મસાલો કરી અને જરૂર મુજબ પાણી નાખવું દોવણ બહુ જાડું નહીં રાખવાનું અને બહુ પતલુ પણ નહીં રાખવાનું દોવણ તૈયાર થઇ જાય એટલે તેમાં ધાણા ભાજી અને ફુદીના આદુ અને મરચાનો જેરસ નીકળ્યો છે તેમાં ઉમેરી દેવો જેનાથી અલગ જ ટેસ્ટ આવશે

  5. 5

    હવે દોવણ ને એક બાજુ સાઈડમાં ઢાંકીને મૂકી દેવું ત્યારબાદ પકોડા ના માવાની તૈયારી કરો જેમાં બટેટાના માવામાં ડ્રાય કરેલી પેસ્ટ અને માપ પ્રમાણે બધો મસાલો નાખી દો તમે તમારી જરૂરિયાત મુજબ મસાલો વધુ ઓછો કરી શકો છો બધું સરખી રીતે હલાવી લો અને છેલ્લે ધાણાભાજી ઉમેરો આ રીતે પકોડા નો માવો તૈયાર છે

  6. 6

    બ્રેડનું એક પીસ લાઇ અને તેમાં માવો સરખી રીતે પાથરો ચારેબાજુ અને બીજું પીસ તેના ઉપર ઢાંકી દો અને ચારે ખૂણા ને સરખી રીતે પેક કરવા ત્યારબાદ તૈયાર થયેલી ચોરસ સેન્ડવીચ ને વચ્ચેથી કાપો અને બે ત્રિકોણ આકાર તૈયાર થશે

  7. 7

    આ રીતે બધા તૈયાર કરો ત્યારબાદ તળવા માટે તેલ મૂકી દો અને ત્રિકોણાકાર સેન્ડવીચ ને તૈયાર કરેલા દોવણ માં બોળી બોળીને તળો બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળો ગેસ એકદમ ફૂલ આંચ ઉપર રાખવો તો આ રીતે તૈયાર છે ગરમા ગરમ ટેસ્ટી પકોડા

  8. 8

    આ પકોડા સ્વાદમાં એટલા ટેસ્ટી લાગે છે કે તમે તેને ચટણી કે સોસ વગર પણ ખાઈ શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jalpa Raval
Jalpa Raval @cook_20354282
પર

Similar Recipes