મેંગો કપ કેક (Mango cup cake recipe in Gujarati)

Vatsala Desai
Vatsala Desai @cook_19854694
અમદાવાદ

#કૈરી
આ કપ કેક ખાવાંમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ને બાળકો ની મનપસંદ છે.

મેંગો કપ કેક (Mango cup cake recipe in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#કૈરી
આ કપ કેક ખાવાંમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ને બાળકો ની મનપસંદ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧-૧/૨ કપ મેંદો
  2. ૧૦૦ ગ્રામ દળેલી ખાંડ
  3. ૫૦ એમ. એલ મેંગો પ્યુરી
  4. ટેબલ સ્પુન બેકીંગ પાવડર
  5. ૧/૨ટી સ્પુન બેકીંગ સોડા
  6. ૫૦ એમ.એલ દૂધ જોઈએ તે પ્રમાણે
  7. ૫૦ એમ.એલ તેલ
  8. ૧/૨ટી સ્પુન મેંગો એસન્સ કે વેનીલા
  9. ડ્રાયફ્રુટસ
  10. ચેરી ઓપ્શનલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કઢાઈ મા કેક બનાવા એક કઢાઈમાં રેતી કે મીઠું નાખીને ઉપર કાંઠલો કે કોઈ પણ સ્ટેન્ડ જેવું મૂકીને ધીમા ગેસ પર પ્રી હીટ કરવા મૂકો. કપ કેક બનાવા હોય તેને તેલ લગાડી ને મેંદો છીડકીને ગ્રીસીંગ કરી લો.કેરીનો પલ્પ બનાવી લો. એખ બાઉલમાં દળેલી ખાંડ, તેલ, એસન્સ ને મેંગો પ્યુરી મીક્સ કરી બરોબર બ્લેન્ડર થી એક જ બાઈડે બીટ કરી લો. વેટ મીક્સર તૈયાર છે.
    એક થાળી લોટની કથરોટ લઈને તેમાં ચારણીમાં મેંદો, બેકીંગ પાવડર ને બેકીંગ સોડા ને ચુટકી મીઠું નાખીને ત્રણ થી ચાર વાર ચાળવું.

  2. 2

    બંને મીક્સર તૈયાર છે હવે વેટ મિક્સરમાં થોડું થોડું ડ્રાય મીક્સર મીક્સ કરો જેથી ગુટલીના પડે. હલકા હાથે મીક્સ કરવું. ને કાપેલી કેરી નાંખી દો.મીક્સર ડ્રાય લાગે તો થોડું થોડું દૂધ નાખો જોઈએ તે પ્રમાણે ને ઈડલી જેવું બેટર તૈયાર કરી લો. ને પછી કપકેક બનાવા હોય તેમાં અડધું બેટર નાખો ને પછી બે થી ત્રણવાર હલકા હાથે થપથપાવી દેવું જેથી એરબબલ ના રહે. પછી ઉપર ડ્રાયફ્રુટસ ને ટુટીફુટી સ્પ્રેડ કરો ને પ્રી હીટ કઢાઈમાં કપકેક ગોઠવી દો.

  3. 3

    સ્લો ટુ મીડીયમ ફ્લેમ પર રાખો ને દસ મીનીટ પછી ચેક કરો. ઘઢી ફુલી ગઈ હશે. પછી પાછું ઢાંકી ને રહેવા દો ને કઢાઈમાં ઉપર એક કપડું ઢાંકી દો ને. લગભગ ત્રીસ થી છાલીસ મીનીટ માં કેક બની જશે.ચેક કરી લો ને પછી દસ મીનીટ એમાં જ ઢાંકી રાખો ખેસ બંધ કરી ને પછી બહાર કાઢી લો ને ઠંડી પડે એટલે કપમાં થી કેક બહાર કાઢી લો. હું ચ્હા ના પેપર કપમાં કેક બનાવું છું. તમે આની કેકટીનમાં કેક પણ બનાવી શકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vatsala Desai
Vatsala Desai @cook_19854694
પર
અમદાવાદ

Similar Recipes