રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કિલો દુધી
  2. 1 વાટકો મલાઈ
  3. 1 વાટકો દુધ
  4. 2 કપ ખાંડ
  5. 1 ચમચી ઇલાયચી પાઉડર
  6. 2 ચમચી કાજુ,બદામના કટકા
  7. 1 ચમચી કાજુ,બદામઅનેપીસ્તાની કતરણ
  8. 8-10કાળી દ્રાકશ અને કિસમીસ
  9. ચપટી ગ્રીન ફુડકલર
  10. 1 ચમચી3 ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દુધીને ધોઈ તેની છાલ કાઢીને ખમણી લો.ત્યાર બાદ એક કડાઈમા ઘી ગરમ કરવા મુકો. પછી તેમા છીણેલી દુધી નાખી 2 મિનીટ સાંતળો.

  2. 2

    ત્યાર બાદ તેમાં મલાઈ અને દુધ નાખી તેને ઘટ થાય ત્યા સુધી હલાવો.

  3. 3

    ત્યાર બાદ તેમાં ખાંડ નાખી ઘટ્ થાય ત્યાસુધી હલાવો. પછી તેમાં ચપટી ગ્રીન ફુડ કલર નાખી મિકસ કરી લો.

  4. 4

    ત્યાર બાદ તેમાં કાળી દ્રાક્શ, કિસમીસ,કાજુ,બદામ નાકટકા ઉમેરી મિક્સ કરી લો.બધુ જ બરાબર મિક્સ થઈ જાયઅને હલવો લચકા પડતો થઈ જાય એટલે ગેસ બંધ કરી દો.

  5. 5

    પછી તેમાં ઇલાયચી પાઉડર નાખી મિક્સ કરી ઉપર કાજુ,બદામ,પીસ્તા ની કતરણ નાખી ગરમા ગરમ સર્વ કરો.તૈયાય છે દુધી નો હલવો.

  6. 6

    જો તેના પીસ કરવા હોય તો તેને એક પ્લેટમાં પાથરી દો.તેના પર કાજુ,બદામ,પીસ્તા ની કતરણ છાટી દો. તે ઠંડો થઈ જાય એટલે તેને ફ્રીઝ માં બે - ત્રણ કલાક સેટ થવા મુકો.

  7. 7

    ત્યાર બાદ તેમાં ચપ્પુ વડે પીસ પાડી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Lal
Sonal Lal @cook_20967999
પર

Similar Recipes