ગુજરાતી ખાંડવી (Gujarati Khandvi recipe in Gujarati)

spicequeen
spicequeen @mrunalthakkar
Vadodara
શેર કરો

ઘટકો

50 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 કપચણાનો લોટ
  2. 3 કપછાશ
  3. 1 ટીસ્પૂનઆદુની પેસ્ટ
  4. ૧ ટીસ્પૂનમરચા ની પેસ્ટ
  5. 1/2 ટીસ્પૂનહિંગ
  6. 1/2 ટીસ્પૂનહળદર
  7. મીઠું સ્વાદાનુસાર
  8. વઘાર માટે -
  9. 2 ટેબલ સ્પૂનતેલ
  10. 1 ટી સ્પૂનરાઈ
  11. 1/2 ટીસ્પૂનહિંગ
  12. 2 ટેબલસ્પૂનલીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    એક વાસણમાં ચણાનો લોટ લેવો. એમાં છાશ ઉમેરી બરાબર મિક્સ કરવું. ગઠ્ઠા વગરનું મિશ્રણ તૈયાર કરવું. વ્હિસ્ક ની મદદથી બહુ સરળતાથી આ મિશ્રણ તૈયાર થઈ શકે છે. હવે આદુ મરચાની પેસ્ટ અને હળદર ઉમેરવી. મીઠું ઉમેરીને બરાબર હલાવવું.

  2. 2

    હવે આ મિશ્રણને એક જાડા તળિયાવાળા વાસણમાં લઈ લેવું. ગેસ ચાલુ કરી મીડીયમ તાપ પર રાખી સતત હલાવતા રહેવું. જાડું થઈ જાય ત્યાં સુધી હલાવતા રહેવું. ધ્યાન રાખવું કે આ મિશ્રણમાં કોઈપણ ગઠ્ઠા ના પડે. આ મિશ્રણ એકદમ મુલાયમ હોવું જોઈએ.

  3. 3

    ખાંડનું મિશ્રણ તૈયાર છે કે નહીં એ જોવા માટે એક સ્ટીલ ની થાળી પર થોડું પાથરી લેવું. એને થોડીવાર ઠંડુ થવા દેવું. પછી હાથથી ઉખાડીને જોવું. તો સરળતાથી ઉખડી જાય તો આપણું મિશ્રણ તૈયાર છે.

  4. 4

    હવે ત્રણ થાળી પર આગળ પાછળ તેલ લગાવી લેવું. રસોડાનું પ્લેટફોર્મ સાફ કરી ને એના પર પણ પાથરી શકાય. હવે થોડું મિશ્રણ લઇ એને ઝડપથી પાતળું પાથરવું. આ રીતે બધું મિશ્રણ ઝડપ થી પૂરુ કરવું. વધારે સમય જવાથી એ જાડું થઈ જાય છે પછી પાથરવામાં મુશ્કેલી પડે છે અને ખાંડવી સારી નથી બનતી.

  5. 5

    હવે છરી ની મદદ થી કાપા પાડી લેવા. હવે દરેક પટ્ટી ને ઉપરથી નીચે તરફ રોલ વાળતા જવું. આ રીતે બધા રોલવાળી ને એક થાળીમાં મૂકી દેવા.

  6. 6

    વગર તૈયાર કરવા માટે તેલ ગરમ કરવું. એમાં રાઈ નાખવી. રાઈ ફૂટે એટલે હિંગ નાંખવી. ગેસ બંધ કરી દેવો. આ વઘારને ખાંડવી પર રેડવો. ઉપર લીલા ધાણા છાંટવા. ખાંડવી તૈયાર છે પીરસવા માટે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
spicequeen
spicequeen @mrunalthakkar
પર
Vadodara
I am Mrunal Thakkar. I can introduce myself as a passionate cook. All the time there is mainly one thing on my mind and that is to cook something that my family likes to eat. I just love food ingredients and I love to feed family and friends.The same love has inspired me to start my cooking channel on YouTube under the name spice queen. I would love to share my recipes with you all. There is no greater joy.Keep cooking! Keep experimenting! Keep spreading love!
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes