રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 minutes
2-3 servings
  1. 1 કપઘઉં નો લોટ
  2. 1 કપચણા ની દાળ
  3. 1/2 કપગોળ
  4. 1 ટી સ્પૂનઇલાયચી પાઉડર
  5. 5-7કેસર ના તાંતણા
  6. 1/2 કપઘી

રાંધવાની સૂચનાઓ

30 minutes
  1. 1

    સૌ પ્રથમ ચણા ની દાળ ને ધોઈને 3-4 કલાક માટે પલાળી રાખવી. હવે એક બાઉલમાં ઘઉં નો લોટ લઈ તેમાં ઘી નું મોણ નાખી લોટ બાંધી લેવો.ત્યાર બાદ લોટ ને થોડીવાર ઢાંકીને રેસ્ટ આપવો.

  2. 2

    ત્યાર બાદ કૂકર મા બાફી લેવી પણ ધ્યાન રાખવું દાળ છૂટી રહેવી જોઈએ.

  3. 3

    ત્યાર બાદ તેને ઠંડી કરી મેશર થી મેશ કરી લેવી.

  4. 4

    હવે એક પેન મા ઘી મૂકી તેમાં ચણાની દાળ ઉમેરવી.ચણાની દાળને ધીમા તાપે શેકવી.

  5. 5

    હવે તેમાં ગોળ,ઇલાયચી પાઉડર અને કેસર ઉમેરી મિક્સ કરી લો.હવે તેને ઠંડું કરી પુરણ ના ગોળા વાળી લેવા.

  6. 6

    હવે લોટ ના એકસરખા લુઆ કરી લો હવે લુઆ માં પુરણ મૂકી લુઓ વાળી લો.

  7. 7

    હવે આ રીતે બધા લુઆ વણી પુરણ પોળી વણી લો.હવે તેને તવામાં ઘી મૂકી શેકી લો.

  8. 8

    હવે પુરણ પોળી પર ઘી મૂકી સર્વ કરો.

  9. 9

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
પર
Ahmedabad

Similar Recipes