નુડલ્સ સ્પ્રિંગ રોલ(noodles spring roll in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદા ને ચાળી તેમાં ૨ચમચી તેલ અને મીઠું નાખી પરાઠા જેવો લોટ બાંધી લૉ.
- 2
ત્યારબાદ એક તપેલી માં ૧ગ્લાસ પાણી ગરમ મૂકી તેમાં ૧ચમચી તેલ નાખી ઉકળે એટલે નુડલ્સ નાખી દો.એક ઉભરો આવે એટલે નુડલ્સ ને ૫મિનિટ બાદ કાના વાળા વાસણ મા નાખી ઠરવા દો.
- 3
ત્યારબાદ ડુંગળી અને કેપ્સિકમ ની લાંબી ચીર કાપી લો.ત્યારબાદ ગાજર અને કોબી ખમણી લો. આદુ મરચા લસણ ની પેસ્ટ બનાવી લો.પછી એક ચાઈનીઝ કડાઈ મા ૩ચમચી તેલ ગરમ કરવા મૂકો.
- 4
તેલ થઈ જાય એટલે આદુ મરચા લસણ ની પેસ્ટ નાખી હલાવી લો.ત્યારબાદ ડુંગળી અને બધું વેજીટેબલ નાખી હલાવી લો. ગેસ ની આચ ફાસ્ટ જ રાખવાની છે.ત્યારબાદ તેમાં બધા સોસ અને સેઝવાન ચટણી એડ કરી દો.
- 5
હવે બાફેલા નૂડલ્સ અને લીંબુ નો રસ એડ કરી એકદમ સરસ મિકસ કરી લૉ ત્યારબાદ મીઠું મારી પાઉડર અને મરચું પાઉડર એડ કરી હલાવી ઉતારી લો. આ નુડલ્સ સ્ટફિંગ ત્યાર છે.
- 6
ત્યારબાદ મેંદા ના લોટ ના રોટલી જેવા લુઆ કરી લો.ત્યારબાદ આ એક લુઆ ને નાની પૂરી જેવું વણી બીજા લુઆ ને પૂરી જેવું વની તેમાં તેલ લગાવી મેંદો છાંટી બીજી પૂરી તેના પર મૂકી બે પડ વાળી રોટલી ત્યાર કરો.
- 7
ત્યારબાદ એક તવી માં બને બાજુ જરા જરા સેકી લૉ.આ રીતે મેંદા ના બધા પડ ત્યાર કરી થોડી વાર ઠરવા દો. ત્યાર બાદ એક બાઉલ માં ૨ચમચી મેંદો લઇ તેમાં પાણી નાખી મેંદા ની પેસ્ટ બનાવી લો.
- 8
ત્યારબાદ મેંદા નું એક પળ લઇ તેમાં વચે સ્ટફિંગ મૂકી બંને સાઇડ માંથી વાળી દોઅને ફરતે મેંદા પેસ્ટ લગાવી ચિપકાવી દો.ત્યારબાદ ઉપર થી ગોળ ગોળ વાળી રોલ ત્યાર કરો.
- 9
ત્યારબાદ તેલ ગરમ મૂકી તેમાં બધા ત્યાર કરેલા રોલ ને મીડિયમ આંચ પર ગુલાબી તળી લો.આ રીતે ત્યાર છે નુડલ્સ સ્પ્રિંગ રોલ.
- 10
આ સ્પ્રિંગ રોલ ટોમેટો સોસ અને સેઝવાન ચટણી સાથે સર્વ કરો.બાળકો ને ચાઈનીઝ ખુબજ પસંદ હોઈ છે તો આ સ્પ્રિંગ રોલ તો ખુબજ ટેસ્ટી લાગે છે એમાં પન સાથે નુડલ્સ હોઈ એટલે બાળકો ને ખાવાની મજા પડી જાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજ સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
#EB#week14 Varsha Karia I M Crazy About Cooking -
સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati)
આ વાનગી મારા બાળકોને બહુ ભાવે છે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ લાગે છે Falguni Shah -
-
ઈન્ડો ચાઈનીઝ સ્પ્રિંગ રોલ (Chinese Spring Roll Recipe In Gujarati)
ફ્રેન્ડસ ચાઈનીઝ તો બધાને ફેવરીટ હોય છે માટે અહીં ઇન્ડિયન ચાઈનીઝ કોમ્બિનેશન કરીને ઈન્ડો ચાઈનીઝ સ્પ્રીંગ રોલ બનાવ્યા છે જે ખુબ જ સરસ છે#GA4#Week2 Nidhi Jay Vinda -
-
-
સ્પ્રિંગ રોલ.(spring roll Recipe in Gujarati)
નુડલ્સ એક એવી વસ્તુ છે જે નાનાથી લઈને મોટા ને બધાને ફેવરીટ હોય છે પણ એ નૂડલ્સ ના મેં સ્પ્રીંગ રોલ બનાવ્યા છે જે મારા ઘરમાં મારા સાસુ અને મારા બાળકોને ખૂબ પસંદ છે.. Payal Desai -
-
-
-
-
-
પનીર નુડલ્સ રોલ(Paneer Noodles Roll Recipe in Gujarati)
#GA4#week6#sejvan paneer noodles roll Shruti Unadkat
More Recipes
ટિપ્પણીઓ (9)