સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati)

Ruchi Anjaria
Ruchi Anjaria @Ruchi_19
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
બે વ્યક્તિ
  1. 1કેપ્સિકમ
  2. 1ગાજર
  3. નાનુ કોબીજ
  4. લસણ, આદુ, મરચાની પેસ્ટ
  5. 2 ચમચીસોયા સોસ
  6. 2 ચમચીચીલી સોસ
  7. 1 ચમચીવિનેગર
  8. 2 ચમચીસેઝવાન સોસ
  9. 2 કપનુડલ્સ બાફેલા
  10. 2 ચમચીલીંબુનો રસ
  11. 2 ચમચીટોમેટો સોસ
  12. મીઠું સ્વાદાનુસાર
  13. 2 કપમેંદો
  14. પાણીની જરૂરિયાત મુજબ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મેંદાનો લોટ તૈયાર કરી લો અને પંદરથી વીસ મિનિટ માટે તેને ઢાંકીને રાખી દો. હવે તેના નાના લુઆ કરી બે પડવાળી રોટલી વણી લેવી.

  2. 2

    હવે એક પેનમાં તેલ મૂકો. તેમાં આદુ - મરચાં અને લસણ ની પેસ્ટ નાખો. હવે તેમાં સેઝવાન સોસ નાખી સાંતળો. પછી તેમાં ગાજર, કેપ્સિકમ, કોબી એડ કરો. હવે તેમાં નૂડલ્સ મિક્સ કરો.

  3. 3

    હવે તેમાં ચીલી સોસ, સોયા સોસ, વિનેગર, લીંબુ, મીઠું નાખો. હવે ટોમેટો સોસ નાખો. બરાબર આ મિશ્રણને હલાવો અને ગેસ પરથી ઉતારી ઠંડુ કરવા મુકો.

  4. 4

    હવે એક રોટલી લો. તેમાં વચ્ચે મસાલો મૂકી રોટલી ની આજુબાજુ મેદાની સ્લરી લગાવો અને તેના રોલ વાળી લો. આ રોલને 30 મિનિટ સુધી ફ્રિજમાં સેટ કરવા મૂકી દો.

  5. 5

    હવે ફ્રાઇંગ પેનમાં તેલ મૂકી તેમાં આ રોલને તળી લો. બંને બાજુથી બ્રાઉન થાય તેવા તળવા.

  6. 6

    તૈયાર છે સ્પ્રિંગ રોલ. તેને સોસ અથવા સેઝવાન ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ruchi Anjaria
Ruchi Anjaria @Ruchi_19
પર

Similar Recipes