સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 પેકેટ નુડલ્સ
  2. 1 કપકેબેજ
  3. 1 કપકેપ્સિકમ જુલિયન કટ કરેલા
  4. 1 કપગાજર જુલિયન કટ કરેલા
  5. 2ડુંગળી જુલિયન કટ કરેલા
  6. 1 ટેબલ સ્પૂનઆદુ લસણ વાટેલા
  7. 2 ટેબલ સ્પૂનસોયા સોસ
  8. 3 ટેબલ સ્પૂનરેડ ચીલી સોસ
  9. 3 ટેબલ સ્પૂનહોટ એન સ્વીટ ટોમેટો સોસ
  10. 1 ટી સ્પૂનવિનેગર
  11. 21/2 કપમેંદો
  12. 1/2 કપરવો
  13. મીઠું સ્વાદ મુજબ
  14. મોંણ માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાણી ને ગરમ કરી તેમાં સ્વાદ મુજબ મીઠું અને 1 ટેબલ સ્પૂન તેલ એડ કરી નુડલ્સ એડ કરી નુડલ્સ કુક કરી લો. નુડલ્સ ઓવર કુક ના થાય તેનું ધ્યાન રાખવું.

  2. 2

    પેન માં 3 ટેબલ સ્પૂન તેલ મૂકી ડુંગળી નાખી સાંતળો.કોબીજ અને આદુ લસણ ની પેસ્ટ એડ કરી ફાસ્ટ ફ્લેમ પર સાંતળો. કેપ્સિકમ અને ગાજર એડ કરી સાંતળો.

  3. 3

    ગાજર થોડું સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળી બધા સોસ અને વિનેગર એડ કરી મિક્સ કરો. નુડલ્સ એડ કરી મિક્સ કરો. સ્પ્રિંગ રોલ બનવા માટે નુડલ્સ રેડી છે.

  4. 4

    મેંદા માં રવો, મીઠું અને મુઠી પડતું મોંણ એડ કરી જરૂર મુજબ પાણી એડ કરી મીડીયમ એવી કણક બાંધી લો.1/2 કલાક રેસ્ટ આપો ત્યાં સુધી નુડલ્સ પણ ઠંડા થઈ જાય

  5. 5

    કણક માંથી એકસરખા 8-9 લુવા બનાવી લો.એક લુવો લઈ તેની રોટલી વણી લો.રોટલી બહુ જાડી ના હોવી જોઈએ તેમાં વચ્ચે નુડલ્સ મૂકી સાઈડ થઈ બન્ને સાઈડ વાળી ને રોલ વાળી કિનારી પર પાણી લગાવી રોલ ને સીલ કરી દો.

  6. 6

    આ રીતે બધા રોલ બનાવી તેલ ગરમ કરી સ્લો ટુ મીડીયમ આંચે બધા રોલ ફ્રાઈ કરી લો.

  7. 7

    ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર

Similar Recipes