સાદી અને સ્ટફ ઇડલી સંભાર (Simple and Stuffed Idli Sambhar Recipe In Gujarati)

Divya Dobariya
Divya Dobariya @cook_24549539

# માઇઇબુક
# વિક મીલ ૩
# સ્ટીમ
# પોસ્ટ ૬

સાદી અને સ્ટફ ઇડલી સંભાર (Simple and Stuffed Idli Sambhar Recipe In Gujarati)

# માઇઇબુક
# વિક મીલ ૩
# સ્ટીમ
# પોસ્ટ ૬

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ કલાક
10 વ્યક્તિ
  1. ઈડલી- 3 વાટકા ચોખા,2 વાટકા અડદદાળ, ૨ ચમચી બેકિંગસોડા,મીઠું
  2. સાંભાર-૧ વાટકી તુવેર દાળ ૨ ચમચી ચણાદાળ નાની સાઇઝની 1/2દુધી
  3. નાની સાઇઝનું 1 બટેટું 2 નાના ટામેટાં ૨ મરચા 1 ઈંચ આદુનો ટુકડો
  4. 1ઈંચ આદુનો ટુકડો 3 ચમચી લીંબુનો રસ એક ચમચી સંભાર મસાલો
  5. એક ચમચી હળદર પાઉડર એક ચમચી મરચું પાઉડર મીઠુ સ્વાદ મુજબ
  6. બે તમાલ પત્ર ના પાન બે લાલ સુકા મરચા 4 લવિંગ એક તજ નાનો ટુકડો
  7. ૧ ચમચી રાઈજીરું એક ચમચી અડદદાળ 8-10લીમડા પાન બે ચમચી કોથમીર
  8. છ ચમચી તેલ વઘાર માટે
  9. સ્ટફિંગ- 2 બાફેલા બટાકા ½ ચમચી મરચું પાઉડર ¼ચમચી હળદર પાઉડર
  10. 1/2ચમચી ધાણાજીરૂ મીઠુ સ્વાદ મુજબ 1 ચમચી લીંબુનો રસ
  11. 1ચમચી કોથમીર ¼ ચમચી રાઈ જીરુ
  12. ચટણી ૧ વાટકી ફોતરા વગર ના દાળિયા અથવા દાળ ½વાટકી કોપરાનું છીણ
  13. ૩ ચમચી લીંબુનો રસ છ ચમચી આદુ મરચાની પેસ્ટ મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૨ કલાક
  1. 1

    ચોખા અને અડદની દાળને ધોઈને પાણીમાં ૭ થી ૮ કલાક પલાળો.પછી બધું પાણી કાઢી લઇ મિક્સર જારમાં જરૂર મુજબ પાણી લઈ ઈડલી માટે પીસી લેવું. ત્યારબાદ ૫ થી છ કલાક માટે આ ખીરા ને એક ડબ્બામાં ભરી આથો આવવા દેવો. ત્યારબાદ ખીરામાં તમારું ઈડલી સ્ટેન્ડ કઈ સાઇઝનું અને કેટલી ઈડલી બની શકે એવું છે એ મુજબ બેકિંગ સોડા અને મીઠું નાખી એક તરફ ચમચા વડે હલાવી ઈડલી સ્ટેન્ડમાં તેલ લગાડી ખીરુ નાખી ઈડલી કુકર(મેકર)મા જરૂર મુજબ પાણી ઉમેરી તેમાં ઈડલી સ્ટેન્ડ ગોઠવી હાઈ flame પર 20થી 25 મિનિટ સુધી થવા દેવું આ રીતે બધી જ ઈડલી બનાવો.

  2. 2

    સ્ટફ ઈડલી ના સ્ટફિંગ માટે તવામાં બે ચમચી તેલ મૂકી રાઈ જીરુ,મરચું પાઉડર,ધાણાજીરું,લીંબુ,મીઠું,હળદર,કોથમીર નાખી હલાવી તેમાં બટેટાને મસળી ને નાખવું. ત્યારબાદ સરસ રીતે મિક્સ કરી ઉતારી લેવું સ્ટફ ઈડલી માટે ઉપર મુજબ નું ખીરું તૈયાર કરી ઈડલી સ્ટેન્ડમાં થોડું ખીરું મૂકી તેને ઈડલી કુકર માં મૂકી પાંચ મિનિટ ગેસ પર હાઈ flame પર થવા દેવું. ગેસ બંધ કરી તેમાં સ્ટફિંગ એક ચમચી જેટલું પાથરી તેના પર ઈડલી નું થોડું ખીરું પાથરી ઈડલી સ્ટેન્ડને ફરી ઈડલી કુકર માં મૂકી 15-20 મિનિટ હાઈ flame પર થવા દેવું.

  3. 3

    સાંભાર માટે અડદ,ચણાનીદાળ,દૂધી,બટાકા ને બાફી લેવા. એક તપેલીમાં તેલ મૂકી તેમાં રાઈ જીરુ,અડદદાળ,તજ,લવિંગ,લીમડો, તમાલપત્ર,લાલ સુકુ મરચું નાખી હલાવી તેમાં છીણેલું આદુ,સમારેલા મરચાં ટામેટાં ઉમેરી થોડીવાર માટે હલાવો. તેમાં મીઠું,મરચું પાઉડર,હળદર,સાંભાર મસાલો,લીંબુ નાખી ચમચા વડે હલાવવું થોડીવાર પછી તેમાં દુધી અને બટેટાને સમારી ને નાખવું જ્યાં સુધી તેલ ઉપર ન દેખાય ત્યાં સુધી સાંતળવું. પછી તેમાં બાફેલી દાળ અને જરૂર મુજબ પાણી ઉમેરી સાંભારને પકવવા દેવો બરોબર થઈ જાય એટલે તેને કોથમીર નાખી સર્વ કરો.

  4. 4

    ચટણી માટે ફોતરા વગરના દાળિયા અથવા તો દાળને તેમજ મરચાં, આદું, મીઠું,લીંબુ કોપરાનું છીણ અને જરૂર મુજબ પાણી ઉમેરી તેને મિક્સરમાં નાખી પીસી લેવું. તેના પર એક ચમચી તેલમા રાઈ જીરું નાંખી વઘાર ઉપર રેડવો.તેને એક બાઉલમાં કાઢી તેના પર કોથમીર નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Divya Dobariya
Divya Dobariya @cook_24549539
પર

ટિપ્પણીઓ

Similar Recipes