બાજરી ચણા ના લોટ ના વેજીટેબલ થેપલા(પાંચમ નું ઠડું ભોજન)

Jigna Sodha
Jigna Sodha @JP__Sodha
શેર કરો

ઘટકો

  1. 2 કપબાજરી નો લોટ
  2. 1 કપચણા નો લોટ
  3. 1 નંગગાજર
  4. 1 નંગબાફેલું બટેટુ
  5. 1નાનો કટકો દૂધી
  6. 2 ચમચીકસૂરી મેથી
  7. કોથમીર
  8. 1 ચમચીતલ
  9. મીઠું
  10. 1ચમચો તેલ
  11. 1 ચમચીમરચું પાઉડર અથવા મરી પાઉડર
  12. 1 ચમચીહળદર
  13. 2 ચમચીધાણાજીરું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બંને. લોટ ચાળી લેવા પછી ગાજર,દૂધી, બાફેલું બટેટુ,બધા મસાલા મોણ નાખી કસૂરી મેથી પલાળી રાખી ઉમેરી દો,કોથમીર નાખી થોડુંક પાણી અથવા દહીં વળે લોટ બાંધી લો તેમાથી 6 લુવા બનાવી શકાય

  2. 2

    સરસ મસળી લોટ ના લુવા ને બાજરીના લોટ નું અટામન લઈ થેપલા તૈયાર કરી તેને લોઢી માં સરસ બદામી કલર ના સેકી લેવા બંને બાજું તેલ લગાવી દો પછી તેને ધીમીઆંચે ચડવા દો

  3. 3

    તૈયાર છે આપણા અલગ થેપલા પહેલીવાર બનાવ્યા છે કંઇક અલગ કરવાનું નક્કી કર્યું આજે પાંચમ નું ઠનડું જમવાનું હોય ત્યારે તેને મેં કેલા,કાકડી નું રાઇતું,મોહનથાળ, ફાફળી, ગાંઠિયા,મૂળા, કોથમીર મરચાં ની લીલી ચટણી, કાકડી, લીલા મરચાં અને છાસ સાથે પીરસ્યું છે એટલે તો કહેવાય છે લોહાણા ખાવા ના શોખીન હોય તે નવરા. ન થાય અને હા સાથે પ્રસાદ પણ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Sodha
Jigna Sodha @JP__Sodha
પર

ટિપ્પણીઓ

Similar Recipes