બુંદીના લાડુ(boondi laddu recipe in Gujarati

Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 @Jayshree_Bhatt
Al Jubail Saudi Arabia

#કૂકબુક

લાડુ ના ઘણા અલગ અલગ પ્રકાર છે ને આ લાડુ ગણેશજીને અતિપ્રિય છે..,તેમનું એક નામ મોદકપ્રિય પણ છે.. ઘી માથી બનાવેલ આ લાડુ પાૈષ્ટીક પણ છે જ.મારી પ્રિય મીઠાઈ .. જન્મદિન પર અચૂક પપ્પા લાવે જ😍....

બુંદીના લાડુ(boondi laddu recipe in Gujarati

#કૂકબુક

લાડુ ના ઘણા અલગ અલગ પ્રકાર છે ને આ લાડુ ગણેશજીને અતિપ્રિય છે..,તેમનું એક નામ મોદકપ્રિય પણ છે.. ઘી માથી બનાવેલ આ લાડુ પાૈષ્ટીક પણ છે જ.મારી પ્રિય મીઠાઈ .. જન્મદિન પર અચૂક પપ્પા લાવે જ😍....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનિટ
6 લાડુ
  1. ૧૧/૨ કપ ચણાનો જીણો લોટ
  2. ઘી તળવા (૨ ચમચી ખીરામાં + ૨ ચમચી બુંદીમાં)
  3. ૩-૪ ટીપાં કેસરી કલર
  4. ૧/૨ વાડકીખાંડ
  5. ચમચીબદામ કતરણ
  6. ૧ ચમચીપીસ્તા કતરણ
  7. ૭-૮ તાતણાંકેસર
  8. ૧ ચપટીઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનિટ
  1. 1

    બંન્ને લોટ લઇ. થોડુ થોડુ પાણી લઈ પાણી અને કેસરી કલર નાખી લોટ પલાળો.બે ચમચી ઘી નાખી બરાબર હલાવી ૩૦ મિનિટ ઢાંકીને મુકી રાખો.ઢોંસાના ખીરા જેવું રાખો(૧૧/૨ વાડકી કરતાં ઓછું પાણી જોઈશે)

  2. 2

    ખાંડ + ૧૧/૨ કપપાણી લઈ ચાસણી બનાવો.ઈલાયચી પાઉડર અને કેસર નાખો. એક તારથી ઓછી ચાસણી કરો.

  3. 3

    ચમચીનાં પાછળનાં ભાગથી સહેજ ઉંચેથી એકાદ બુંદી પાડી જોવો. જો ગોળ પડે તો ખીરૂ બરાબર. (બરાબર ન થાય તો પાણી કે લોટ નાખી ફરી પાડો)

  4. 4

    બુંદી એકદમ તેજ ગેસ પર ઘી માં તળો. ૯૦% જ થવા દો. બહુ કડક ન કરશો. બહુ જડપથી તળાય છે. તળીને સીધી જ બુંદી નવસેકી ચાસણીમાં નાખો. (ગરમ ચાસણી ન હોવી જોઈએ)

  5. 5

    બુંદી તળતા જારો દરેક ઘાણમાં નીચેથી સાફ કરવો. નહીતો બરાબર તળાશે નહીં.જારો ન હોય તો છીણીથી બુ્ંદી પાડી શકાય.

  6. 6

    હવે બધી જ બુંદી તળાયા બાદ. બુંદી ૧-૨ મિનિટ માટે ફરી ગરમ કરો. બરાબર ઉછાળી હલાવો. ઢાંકણ ઢાંકી ઠંડી પડવા દો.એટલે સરસ ચાસણી પીશે ને ફુલશે.

  7. 7

    નવસેકી બુંદીમાં ૨ ચમચી ઘી નાખી હલાવી પાણી વાળો હાથ કરી થોડી દબાવી લાડુ વાળો.(ચાસણી વધુ લાગે તો પહેલા ચારણામાં બુંદી નીતારી લો).

  8. 8

  9. 9

  10. 10

  11. 11

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
પર
Al Jubail Saudi Arabia
A recipe has no soul. You, as the cook, must bring soul to the recipe.” Har food kuch kahta hai …..
વધુ વાંચો

Similar Recipes