ગુલાબી લાડુ

Dimpal Patel
Dimpal Patel @cook_9966376

#ચતુર્થી
#ગણપતિ બાપને માટે આ વખતે મેં કંઈક અલગ લાડુ બનાવવાનું વિચાર્યું હતું. તો તૈયાર છે રોઝ ફ્લેવરના કોપરાના લાડુ. ...ખૂબ જ ઝડપથી બની જતા આ લાડુ ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ છે. આ લાડુ તમે માત્ર ૫ મિનિટમાં તૈયાર કરી શકો છો.

ગુલાબી લાડુ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ચતુર્થી
#ગણપતિ બાપને માટે આ વખતે મેં કંઈક અલગ લાડુ બનાવવાનું વિચાર્યું હતું. તો તૈયાર છે રોઝ ફ્લેવરના કોપરાના લાડુ. ...ખૂબ જ ઝડપથી બની જતા આ લાડુ ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ છે. આ લાડુ તમે માત્ર ૫ મિનિટમાં તૈયાર કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૪ થી ૫
  1. ૧ કપ + ૧/૪ કપ કોપરાનું ખમણ
  2. ૧/૪ કપ કન્ડેન્સ્ડ મિલ્ક
  3. ૧/૪ કપ વાઈટ ચોકલેટ
  4. ૨ મોટી ચમચી બટર
  5. ૨ મોટી ચમચી ઘી
  6. ૨ થી ૩ ટીપાં રેડ ફૂડ કલર
  7. ૨ થી ૩ ટીપાં રોઝ એસેન્સ

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    એક માઇક્રોવેવ પ્રૂફ બાઉલમાં ૧ કપ કોપરાનું ખમણ લેવું.

  2. 2

    તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક, બટર, રેડ ફૂડ કલર, રોઝ એસેન્સ અને વાઈટ ચોકલેટ ઉમેરવી.

  3. 3

    સારી રીતે મિક્સ કરી દેવું.

  4. 4

    પછી તેને ૧ મિનિટ માટે માઇક્રોવેવમાં મૂકવું. પછી બહાર કાઢીને સારી રીતે મિક્સ કરી લેવું.

  5. 5

    હવે તેમાંથી નાના - નાના ગોળા બનાવી લેવા.

  6. 6

    એક વાડકીમાં પીગાળેલું ઘી લેવું. હવે આ ગોળાને તેમાં ડૂબાળવા.

  7. 7

    ત્યારબાદ તેને કોપરાના ખમણમાં રાગડોળવા.

  8. 8

    ત્યારબાદ તેને ફ્રિજમાં મૂકી દેવા. તૈયાર છે ગણપતિ બાપા માટે ખૂબ જ ટેસ્ટી લાડુ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dimpal Patel
Dimpal Patel @cook_9966376
પર

ટિપ્પણીઓ

Similar Recipes