મેથી ના સક્કરપારા (methi sakkarpara recipe in gujarati)

Dolly Porecha
Dolly Porecha @cook_23519178

લીલી મેથી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. લીલી મેથી ની કોઈ પણ વાનગી બનતાં જ ઘરમાં સુગંધ આવવા લાગે છે. વરસતાં વરસાદમાં અથવા ઠંડી ઋતુમાં તો મેથી ની ભાજી ખાવાની મજા જ કંઈક અલગ આવે છે. અહીં નાના મોટા સૌને પ્રિય એવા મેથી ના સક્કરપારા બનાવ્યા છે.
#સુપરશેફ૨

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ વાટકીઘઉં નો લોટ
  2. ૧/૨ વાટકીબેસન
  3. ૨ વાટકીઝીણી સમારેલી મેથી
  4. ૧/૨ વાટકીદહીં
  5. તેલ
  6. મસાલા
  7. ૧ ચમચીધાણાજીરૂ
  8. ૧ ચમચીહળદર પાઉડર
  9. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  10. ૨ ચમચીસફેદ તલ
  11. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ લોટ માં બેસન, મેથી ઉમેરી મિક્સ કરી લો. તેમાં બધાં જ મસાલા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. દહીં અને તેલ ઉમેરી પાણી વડે કઠણ લોટ બાંધી લો.

  2. 2

    લોટમાંથી મોટા લૂઆ બનાવી લો. રોટલી કરતાં મોટી અને ઝાડી રોટલી વણી લો અને ચપ્પુ અથવા વેલણ વડે થોડા થોડા અંતરે થાપા પાડી દો જેથી તે તળવા વખતે ફૂલી ન જાય. તેમાં ચપ્પુ વડે ઊભા અને આડા કાપા પાડી દો.

  3. 3

    તૈયાર કરેલ સક્કરપારા ને ગરમ તેલ માં તળી લો અને ચા સાથે સર્વ કરો.

  4. 4

    નોંધ:(૧) જો મેથી ની કડવાશ પસંદ ન હોય તો આમચૂર પાઉડર અને ખાંડ ઉમેરવાથી મેથી ની કડવાશ ઓછી કરી શકાય છે. (૨) જો દહીં લોટમાં ઉમેરવામાં આવે તો તેલ ઓછું અને સ્વાદમાં કૂરકૂરા થાય છે. (૩) સક્કરપારા ધીમા તાપે જ તળવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dolly Porecha
Dolly Porecha @cook_23519178
પર

ટિપ્પણીઓ

Similar Recipes