બર્ન્ટ ગાર્લિક ફાડા ખીચડી (Burnt garlic fada khichdi recepie in gujarati)

Devika Panwala
Devika Panwala @cook_23348837

આ રેસિપી મેં મારી જાતે ઇનોવેટ કરી છે અને મારા ઘરમાં આ ખીચડી નો ટેસ્ટ બધાને ખૂબ જ ભાવે છે અને બનાવવામાં ખૂબ જ સરળ છે ફટાફટ 10 થી 15 મિનિટમાં બની જાય છે, અને કોઈ પ્રિપરેશન કરવાની હોતી નથી. એટલે આજે હું આ રેસિપી તમારી સાથે શેર કરું છું
#માઇઇબુક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 min
4 સર્વિંગ્સ
  1. 11/2 કપફાડા લાપસી મીડિયમ સાઇઝની
  2. 1/2 કપમગની મોગર દાળ
  3. 1 ચમચી આદુ મરચાની પેસ્ટ
  4. 1/4 ચમચીમરી પાઉડર
  5. 1/4 ચમચીહળદર
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. વઘાર માટે એક લાલ સૂકું મરચું
  8. 4 ચમચીઘી
  9. આઠથી દસ કડી સુકુ લસણ કાપેલું

રાંધવાની સૂચનાઓ

15 min
  1. 1

    હવે એક કુકર લઈ એમાં સાતથી આઠ વાટકી જેટલું પાણી લઇ એ ઉકાળવા દેવું ઉકળે એટલે એમાં ફાડા લાપસી અને મગની મોગર દાળ ઉમેરવી. પછી તેમાં મરી પાઉડર આદુ-મરચાની પેસ્ટ મીઠું હળદર બધું નાખીને બરાબર હલાવી દેવું. કુકરનું ઢાંકણું બંધ કરી ને ત્રણ સીટી વગાડી ફાસ્ટ ગેસ પર પછી ધીમો ગેસ કરીને 5 મિનિટ માટે ચઢવા દેવું

  2. 2

    હવે ગેસ બંધ કરીને કૂકરની વરાળ નીકળી જાય ત્યાં સુધી ઠંડુ થવા દેવું હવે એક વઘારયા માં ઘી લઇ એ ગરમ થાય એટલે તેમાં કાપેલું લસણ ઉમેરવું અને તેને ધીમી આંચ પર લાઈટ બ્રાઉન કલર થાય ત્યાં સુધી ફ્રાય કરવું, ફાસ્ટ ગેસ પર કરશો તો લસણ નો ટેસ્ટ કડવો લાગશે. લસણ નો કલર બ્રાઉન થાય પછી તેમાં એક સૂકું લાલ મરચું એડ કરી વઘાર તરત જ ખીચડીની ઉપર નાખી દેવો.

  3. 3

    હવે તેને પ્લેટમાં કાઢીને ગરમ-ગરમ, ટમેટાની ચટણી અને છાશની સાથે સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Devika Panwala
Devika Panwala @cook_23348837
પર

Similar Recipes