દાળ રગડા પેટીસ (dal ragda paetish recipe in gujarati)

Nipa Parin Mehta
Nipa Parin Mehta @cook_25108481

#સુપર શેફ#વિક ૪ હેલો ફ્રેન્ડ્સ આજે હું મારા ઘરે મેં ચણાની દાળ નો રગડો અને તેની સાથે ભાતની પેટીસ બનાવેલી આ રેસિપી મારા ઘરમાં બધાને ખૂબ જ ભાવેલી. તો હું તમારી સાથે આ રેસિપી શેર કરું છું.

દાળ રગડા પેટીસ (dal ragda paetish recipe in gujarati)

#સુપર શેફ#વિક ૪ હેલો ફ્રેન્ડ્સ આજે હું મારા ઘરે મેં ચણાની દાળ નો રગડો અને તેની સાથે ભાતની પેટીસ બનાવેલી આ રેસિપી મારા ઘરમાં બધાને ખૂબ જ ભાવેલી. તો હું તમારી સાથે આ રેસિપી શેર કરું છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30થી 35 મિનિટ
  1. ચણાની દાળ બે વાટકા
  2. 1 ચમચીજીરૂ
  3. ચમચીહળદર અડધી
  4. 2 ચમચીલાલ મરચું પાઉડર
  5. સૂકું લાલ મરચું
  6. 1 ચમચીગરમ મસાલો
  7. કાંદા એક મોટો
  8. ૨ ચમચીલસણની ચટણી
  9. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  10. ખજૂરની ચટણી
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. કોથમરી ની ચટણી
  13. ઝીણી સેવ એક બાઉલ
  14. ટીક્કી બનાવવા માટે
  15. ભાત એક બાઉલ
  16. આદુ મરચાની પેસ્ટ
  17. મીઠું સ્વાદ અનુસાર
  18. 2 ચમચીkornflor
  19. ૨ ચમચીબ્રેક ક્રમ
  20. શેલો ફ્રાય કરવા માટે તેલ
  21. બટેટા એક બાઉલ
  22. કોથમરી

રાંધવાની સૂચનાઓ

30થી 35 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચણાની દાળને એક કલાક માટે પલાળી લો. ત્યારબાદ તેને કુકરમાં બાફી લો.

  2. 2

    ભાતની ચીકી બનાવવા માટે એક બાઉલમાં ભાત લો. તેને બરાબર મસળી નાખો. ત્યારબાદ તેની અંદર મેશ કરેલા બટેટા ઉમેરો. તેની અંદર આદુ મરચાની પેસ્ટ, લીલા મરચા અને કોથમરી ઉમેરો. ત્યારબાદ તેની અંદર corn flour અને બ્રેડ ક્રમ્સ ઉમેરો. ત્યારબાદ તેને પેટીસ જેવો આકાર આપો અને આ તૈયાર થયેલ પેટીસ ને પેનમાં શેલો ફ્રાય કરો

  3. 3

    એક પેન ની અંદર તેલ મૂકી તેની અંદર જીરું ઉમેરો ત્યારબાદ સૂકું લાલ મરચું ઉમેરો. ડુંગળી સાંતળો ત્યારબાદ લસણની પેસ્ટ ઉમેરો ત્યારબાદ આદુ મરચાની પેસ્ટ ઉમેરો. લાલ મરચું નાખી પાણી ઉમેરો ત્યારબાદ તેની અંદર દાળ ઉમેરો. દાદા ની અંદર હળદર મીઠું અને ધાણાજીરું ઉમેરી બરાબર મિક્સ કરો. ગરમ મસાલો ઉમેરી ઉકળવા દો. ત્યારબાદ કોથમરી નાખો.

  4. 4

    હવે હવે બાઉલની અંદર પેટીસ મૂકી. તેના ઉપર ગરમ ગરમ ચણા ની દાળ નાખો. તેના ઉપર ખજૂરની ચટણી અને કોથમીરની ચટણી ઉમેરો તેના ઉપર ડુંગળી ની કતરણ અને સેવ ભભરાવો અને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nipa Parin Mehta
Nipa Parin Mehta @cook_25108481
પર

ટિપ્પણીઓ

Similar Recipes