ફાડા ની ખીચડી (Fada Khichdi Recipe In Gujarati)

Trupti Mankad
Trupti Mankad @cook_26619568

#GA4
#Week7
ખીચડી

ફાડા ની ખીચડી (Fada Khichdi Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#GA4
#Week7
ખીચડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનીટ
ચાર વ્યક્તિ
  1. 250 ગ્રામધઉં ના ફાડા (જાડી લાપસી)
  2. 50 ગ્રામમગની દાળ (પીળી)
  3. 1 નંગનાનુ બટેટુ
  4. 1 નંગગાજર
  5. 1 નંગટમેટુ
  6. 1 નંગસિમલા મરચું
  7. 4-5 નંગફણસી
  8. 1 નંગલીલુ મરચું
  9. 1 નાની ચમચીક્રશ કરેલુ આદુ
  10. મસાલા
  11. 1 ચમચીલાલ મરચું
  12. 1 ચમચીહળદર
  13. 1 ચમચીધાણા જીરુ
  14. 1 નાની ચમચીહીંગ
  15. 1 ચમચીરાઈ-જીરુ
  16. 5-6મીઠા લીમડાના પાન
  17. 1 નંગતમાલ પત્ર
  18. 2તજ
  19. 1 ચમચીગરમ મસાલો
  20. 2મરી
  21. 1 ચમચીતેલ
  22. 1લવીંગ
  23. 1 ચમચીધી
  24. સ્વાદ અનુસારમીઠું
  25. સજાવટ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

25 મિનીટ
  1. 1

    સૌ. પ્રથમ ઉપર ની બધી વસ્તુ લેવી.

  2. 2

    એક કુકરમાં તેલ-ધી નાખવું, તેલ-ધી બરોબર ગરમ થાય એટલે તેમાં રાઈ-જીરુ,તજ,લવીંગ,મરી,તમાલ-પત્ર, મીઠા લીમડાનાં પાન નાખી બરોબર હલાવવું.પછી ઉપર મુજબ બધાં મસાલા નાખી. હલાવવું. બરોબર મીક્ષ કરી બધા શાક જણાવ્યા મુજબ નાખી આદુ ક્રશ કરેલુ નાખી બરોબર મિશ્રણ હલાવવું.

  3. 3

    ફાડા લાપસી-મગ ની દાળ ને પાણીમાં બરોબર સાફ પાણી થી ધોઈ નાખો પછી કુકરમાં નાખી બરોબર મિશ્રણ હલાવવું.

  4. 4

    ત્યાર પછી તેમા બે મોટા કપ પાણી ઉમેરો. મીઠું નાખી બરોબર મિશ્રણ હલાવવું

  5. 5

    કુકર નુ ઢાંકણ બંધ કરી. ચાર સીટી વગાડી ગેસ બંધ કરી દો.દસ-પંદર મિનીટ પછી કુકર ખોલવું ઉપર થી થોડુ ધી અને કોથમીર નાખી બરોબર ચમચા થી હલાવવું

  6. 6

    ગરમાગરમ ખીચડી મસાલા છાસ 'પાપડ સાથે સર્વ કરો.

  7. 7

    આ ફાડા લાપસી ની ખીચડી ખૂબ પોષ્ટીક છે શિયાળામાં (ઠંડી મા)ખૂબ લાભદાયી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Trupti Mankad
Trupti Mankad @cook_26619568
પર

ટિપ્પણીઓ

Similar Recipes