દહીંવડા

Jaina Shah
Jaina Shah @cook_24683884
Vadodara

#માઇઇબુક
#post 27
આજે મે ગુજરાતી ની ફેમસ વાનગી જે ગુજરાતી નું ખૂબ જ પ્રિય ભોજન હોય જેમાં તીખું અને ગળપણ બને સ્વાદ આવે છે એવા બાર જેવા દહીંવડા મે ઘરે બનાવ્યા છે, જે મે બે જ વસ્તુથી બનાયા છે, અને જે ખાવામા ખૂબ જ સોફટ અને મોમાં મૂક્યે તો ઓગળી જાય એવા સરસ લાગે છે, અને જો આ રીત થી બનાવશો તો એમાં સોડા કે ઇનો નાખવો નઈ પડે, અને મે એકલી અડદની દાલ થી જ બનાવ્યા છે અને આ ટિપ્સ મારી મોમ જોડે થી શીખી છું અને એને દહીં મા મરચું નાખી ખાવાથી ખૂબ જ સરસ લાગશે.

દહીંવડા

3 કમેન્ટ્સ કરેલ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

6 ક્લાક ને 10 મ
2 વ્યક્તિ
  1. 2/3 કપઅડદની દાલ
  2. 500 ગ્રામદહીં
  3. 2/3 કપદળેલી ખાંડ
  4. 7-8લીલા મરચા
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1 ટેબલ સ્પૂનમરચું લાલ
  7. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

6 ક્લાક ને 10 મ
  1. 1

    સૌથી પહેલા અડદ ની દાલ ને થોડું પાણી નાખી મિક્સર મા ક્રશ કરી લેવી 15 થી 20 મિનિટ એક જ દિશા મા ફેટવી.

  2. 2

    પછી એને 6કલાક તાપ મા મૂકી દેવી તપેલી મા ઢાંકી ને અને જો તાપ ના હોય તો જ એમાં સોડા ઇનો કે દહીં નાખવું મે કસું નાખ્યા વગર જ બનાવ્યા છે.પછી દહીં લઈશુ એને પણ ફીની નાખીશુ વલોણી થી પાણી એડ કર્યાં વગર પછી એમાં 2/3 કપ દળેલી ખાંડ એડ કરી બધું મિક્સ કરી એને ફ્રીજ મા ઠંડુ થવા મૂકી દઈશુ.

  3. 3

    પછી 6કલાક પછી એમાં આથો આવી જાય એટલે એમાં 7થી 8 લીલા મરચા મરચા કટર મા ક્રશ કરી લેવા પછી એને ખીરામાં એડ કરવા પછી સ્વાદ મુજબ મીઠું એડ કરવું.

  4. 4

    પછી એને ચમચા થી બરાબર ફીની લેવું અને પછી એક કડાઈ મા તેલ મુકવું તળવા માટે પછી એને તળી લેવા, પછી એક તપેલી મા થોડું પાણી લેવું તળેલા વડા એમાં ડુબાડવા પછી એને 2મિનિટ રઈ પાણી ધીમે થી દબાવી કાળી લેવું.

  5. 5

    પછી એને દહીં મા ડુબાડવા અને પછી એના પર લાલ મરચું ભભરાવી દેવું તો આપડા ઇનો કે સોડા કે દહીં વગર ના વડા એકદમ પોચા અને મોમાં મુકતા ઓગળી જાય એવા દહીં વડા તયાર છે જેમાં મે ખાલી બે વસ્તુથી જ બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jaina Shah
Jaina Shah @cook_24683884
પર
Vadodara

Similar Recipes