રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પુરણ બનાવવા માટે,
  2. 2કપ તુવેરદાળ
  3. જરુર મુજબ ગોળ/ ખાંડ
  4. 2ચમચી ગાયનુ ઘી
  5. 1ચમચી એલચી પાવડર
  6. પોળી બનાવવા માટે,
  7. 2કપ ઘઉંનોલોટ
  8. 2ચમચી તેલ મોણ માટે
  9. જરુર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પુરણ બનાવવા માટે તુવેરદાળ ને ધોઈ દસ મિનીટ પલાળી રાખો. તયારબાદ તેને કુકરમાં બાફી લો. બફાઈ જાય એટલે દાળને લોયા માં લઈ તેમાં ગોળ નાખી હલાવતા રહો. પુરણ ઘટૃ થઈ જાય ત્યા સુધી હલાવતા રહો.ત્યારબાદ તેમાં ઘી અને એલચી પાવડર નાખી મિક્સ કરી ગેસ બંધ કરી દો. તો તૈયાર છે પુરણ.

  2. 2

    ત્યારબાદ પોળી બનાવવા માટે ઘઉંનો લોટ લઈ તેમાં તેલનૂ મોણ નાખી રોટલીના લોટ જેવો લોટ બાંધી લો.

  3. 3

    હવે પુરણપોળી બનાવવામાટે બનાવેલા લોટ માંથી નાનો લુઓ લઈ તેને વેલણ વડે થોડુ વણી વચ્ચે પુરણ ભરી બધી બાજુથી વાળી દો અને થોડુ અટામણ લઈ ફરી તેને વણી લો.અને તેને લોઢી પર બંને બાજુ શેકી લો.

  4. 4

    ત્યારબાદ તેના પર ગાયનુ ઘી લગાવી ગરમા ગરમ સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Lal
Sonal Lal @cook_20967999
પર

ટિપ્પણીઓ

Similar Recipes