મેંગો પુરણપોળી

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865

#મેંગો
મેંગો ફેલ્વર ની આઈસ્ક્રીમ, પેંડા,બરફી, લસ્સી, રસગુલ્લા,શીરો,કેક...
હવે માણો મેંગો ફેલ્વર ની પુરણપોળી.

મેંગો પુરણપોળી

#મેંગો
મેંગો ફેલ્વર ની આઈસ્ક્રીમ, પેંડા,બરફી, લસ્સી, રસગુલ્લા,શીરો,કેક...
હવે માણો મેંગો ફેલ્વર ની પુરણપોળી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પુરણ માટે:
  2. ૧/૨ કપ ચણાની દાળ
  3. ૧/૪ કપ તુવેર દાળ
  4. ૨ ટેબલ સ્પૂન ઘી
  5. ૧ કપ મેંગો પલ્પ
  6. ૧/૨ કપ સમારેલો ગોળ
  7. ૧ ચપટી કેસર ના તાંતણા
  8. ૧ ટેબલ સ્પૂન ઈલાયચી પાવડર
  9. બહાર નું પડ માટે સામગ્રી:
  10. ૩/૪ કપ ઘઉંનો લોટ
  11. ૧ ટેબલ સ્પૂન તેલ મોણ માટે
  12. ઘી જરુરિયાત પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા ચણાની દાળ અને તુવેરની દાળ ને પાણી થી ધોઈ અને ૧ કલાક પલાળી રાખો. પછી કુકરમાં બાફી લો. આ બાફેલી દાળ ને મિક્ષ્ચર જાર માં પીસી લો. એક નોન સ્ટિક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં પીસેલી દાળ, ગોળ, કેસર અને મેંગો પલ્પ નાખી ને મિક્સ કરી, સખ્ત હલાવો... જ્યાં સુધી લચકા જેવું કઠણ થાય. પુરણ ઠંડુ થવા દો.

  2. 2

    ઘઉં નો લોટ માં તેલ નું મોણ નાખી ને પાણી થી રોટલી જેવો કણક બાંધો. એક સરખા ૬ લુઆ બનાવો. હવે ૧ લુઓ લઈ ને રોટલી વણવી, એવી બીજી રોટલી વણો. એક વણેલી રોટલી પર તૈયાર કરેલું મેંગો- દાળ નો પુરણ પાથરવું (ફોટા માં બતાવ્યાં મુજબ). એના ઉપર બીજી રોટલી મૂકી, સાઇડ દબાવી ને નોન સ્ટિક તવા પર બન્નેન સાઇડ ઘી લગાડી ને ગુલાબી રંગની શેકી લો.

  3. 3

    ગરમાગરમ કઢી, કેરી નું અથાણું,સાથે સ્વાદિષ્ટ મેંગો પુરણપોળી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jasmin Motta _ #BeingMotta
પર

ટિપ્પણીઓ (12)

Prerna Bhatt
Prerna Bhatt @cook_14694301
બહુ જ સરસ રેસીપી છે

Similar Recipes